Business

ગુગલ ક્રોમનું અસ્તિત્વ ખતરામાં! ભારત લોન્ચ કરશે આત્મનિર્ભર બ્રાઉઝર, કરોડો રૂપિયાનું થયું ફંડિંગ

નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) યોજના અંતર્ગત ભારત (India) આધુનિરણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. જેમાં મેક ઇન ઇન્ડિયા (Make in India) જેવી યોજનાનો પણ સમાવેશ થાય છે. હવે ભારત સરકાર દેશનું પોતાનું બ્રાઉઝર (Browser) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનું નામ આત્મનિર્ભર બ્રાઉઝર હશે. આ ટેકનિક ગુગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, ઓપેરા અને અન્ય બ્રાઉઝરોને ટક્કર આપશે. જો કે આ વેબ બ્રાઉઝર તૈયૈર કરવા માટે 3 કરોડ રૂપિયાની ફંડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની તકેદારી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મિનિસ્ટ્રી અને તેના સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે, તેથી તે મહત્વનું છે કે આપણું ડિજિટલ ડેસ્ટિની પર નિયંત્રણ હોય. અમે એવા ક્ષેત્રોમાં વિદેશી વેબ બ્રાઉઝર પર આધાર રાખવા માંગતા નથી જ્યાં સલામતી અને સુરક્ષા કોઈ બીજાના હાથમાં હોય. આવી સ્થિતિમાં, આપણી પાસે આત્મનિર્ભર વેબ બ્રાઉઝર હોવું જોઈએ.

સરકાર આ પ્રોગ્રામને મુખ્ય યુએસ બ્રાઉઝર કંપનીઓ જેમ કે ગૂગલ અને મોઝિલા ફાયરફોક્સને તેના ‘ટ્રસ્ટ સ્ટોર્સ’માં દેશની વેબ સિક્યુરિટી સર્ટિફિકેશન ઓથોરિટીનો સમાવેશ કરવા માટે કામ તરીકે જુએ છે. બ્રાઉઝરના ટ્રસ્ટ સ્ટોર અથવા રૂટ સ્ટોરમાં સર્ટિફિકેશન ઓથોરિટીની યાદી હોય છે જેમના પ્રમાણપત્રો પર વિશ્વાસ કરી શકાય છે. હાલમાં, Google Chrome અને Mozilla Firefox જેવા ટોચના બ્રાઉઝર્સ તેમના રૂટ સ્ટોરમાં ભારતની સત્તાવાર પ્રમાણપત્ર એજન્સીને સમાવતા નથી.

લગભગ 850 મિલિયન વપરાશકર્તાઓના ભારતના વિશાળ ઈન્ટરનેટ બજારમાં, Google Chrome 88.47 ટકા બજાર હિસ્સા સાથે અગ્રેસર છે. સફારી 5.22 ટકા સાથે બીજા નંબરે છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટ એજ 2 ટકા, સેમસંગ ઇન્ટરનેટ 1.5 ટકા, મોઝિલા ફાયરફોક્સ 1.28 ટકા અને અન્ય 1.53 ટકા સાથે છે. સરકારને 2024ના અંત સુધીમાં સ્વદેશી વેબ બ્રાઉઝરનો વિકાસ અને લોન્ચિંગ પૂર્ણ થવાની અપેક્ષા છે. તેણે ઘરેલુ સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેશનોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે અને વિકાસ પ્રક્રિયા દરમિયાન પસંદ કરેલી પિચોને સમર્થન આપશે. અન્ય એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર સ્થાનિક વેબ બ્રાઉઝર્સને અપનાવવામાં પણ મદદ કરશે. તેઓએ માત્ર વેબ 3 સુસંગત હોવું જરૂરી નથી અને ક્રિપ્ટો ટોકન્સ દ્વારા ડિજિટલ હસ્તાક્ષર સક્ષમ કરવા પડશે, પરંતુ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ જેવી સ્વદેશી સુવિધાઓ પણ હશે.”

Most Popular

To Top