Gujarat

ડ્રગ્સના કારોબારને રોકવામાં નિષ્ફળ હર્ષ સંઘવી રાજીનામું આપે : કોગ્રેસ

અમદાવાદ : ગુજરાતમાંથી (Gujarat) રોજબરોજ મોટી માત્રામાં ડ્રગ્સ (Drugs) ઝડપાઈ રહ્યું છે. એકમાત્ર મુન્દ્રા પોર્ટ પરથી જ 25હજાર કરોડનો ડ્રગ્સ પકડાતુ હોવા છતાં રાજ્યની ભાજપ (BJP) સરકાર કાળા કારોબારી સામે તપાસ કરતી નથી. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશ દ્વાર ગુજરાત બની ગયું છે. રાજ્યની ભાજપ સરકારે ગુજરાતના ભવિષ્ય એવા યુવાનનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધા છે, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ ભાજપ સરકાર પર ડ્રગ્સના મુદ્દે હલ્લાબોલ કરતાં જણાવ્યું હતું કે, ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. પરંતુ ભાજપ સરકારે ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધું છે. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશદ્વાર કેમ ગાંધીની ભૂમિ બની રહી છે? આખરે ગુજરાતને ડ્રાય સ્ટેટમાંથી ડ્રગ્સ સ્ટેટ કોણ બનાવી રહ્યું છે? છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, એકમાત્ર મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 25,000 કરોડના ડ્રગ્સ ઝડપાયું, ત્યારે સરકાર ડ્રગ્સના વેપારની તપાસ કેમ નથી કરતી? કેન્દ્રીય એજન્સીઓ ED, CBI, NCB ક્યાં છે? પરંતુ હવે આ ડ્રગ્સનો ધંધો માત્ર બંદરો પૂરતો જ સીમિત નથી, ગુજરાતમાં 3 મહિનામાં 4 ફેક્ટરીઓ ઝડપાઈ છે. હવે ડ્રગ્સ દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી રહ્યું છે, વડોદરા, ભરૂચ જેવા સ્થળોએ ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે.

એક સમયના ખૂબ જ વિકસિત રાજ્ય પંજાબના શું હાલ થયા અને કેવી રીતે ડ્રગ્સથી તેમના યુવાનોને ગુમાવ્યાં. શું આપણે ગુજરાતમાં આવું થવા દઈશું? ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ નાબુદી માટેની લડાઈ માટે વેબસાઈટ – https://rejectdrugsrejectbjp.in/ ટોલ ફ્રી નંબર – 1800-120-7840 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ગુજરાતને ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા સંકલ્પ કરશે.

Most Popular

To Top