National

બિહારમાં નવા ગઠબંધનની સરકાર, મલ્લિકાર્જુન ખડગે અને ચિરાગ પાસવાને નીતિશ વિશે કહી આ વાત

પટનાઃ (Patna) બિહારની રાજનીતિમાં (Politics) મોટો બદલાવ આવ્યો છે. સીએમ નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. નીતિશ કુમાર આજે સાંજે 5 વાગ્યે બિહારના સીએમ તરીકે શપથ પણ લઈ લીધા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જૂના ગઠબંધન સાથે કામ કરવા સક્ષમ નથી. જેના કારણે બિહારનો વિકાસ અટકી રહ્યો છે. હવે હું નવા ગઠબંધન સાથે નવી સરકાર ચલાવીશ.

બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં જ બિહારના રાજકારણનું તાપમાન ફરી એકવાર વધી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે નીતિશ કુમારના જેડીયુ સહયોગી આરજેડી સાથે ગઠબંધન તોડી શકે છે. તમામ અટકળોને સાચી સાબિત કરતા નીતિશ કુમારે આખરે આજે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ બાદ સાંજે 5.30 કલાકે નવા કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. નીતિશ કુમાર NDAના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. નીતિશે રાજ્યપાલને સમર્થનનો પત્ર સોંપ્યો હતો. નીતિશ કુમારે સરકાર બનાવવા માટે રાજ્યપાલને મળવાનો દાવો કર્યો હતો.

આ અંગે અમને પહેલેથી જ જાણ હતી- ખડગે
નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને આની પહેલાથી જ જાણ હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવે આ અંગે ઈશારો કર્યો હતો અને આજે તે સાચો બન્યો છે. આવા દેશમાં ઘણા લોકો છે, આયા રામ ગયા રામ…. બીજી તરફ જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદી ભારત જોડો ન્યાય યાત્રાથી ડરે છે.

અમે પીએમ મોદીના કારણે સમર્થન આપ્યું- ચિરાગ પાસવાન
બિહારમાં ફરી એકવાર એનડીએ સરકારની રચના પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે પહેલા નવી સરકારની રૂપરેખા જોવી પડશે. નવી સરકારના એજન્ડામાં કઈ વસ્તુઓ ઉમેરવામાં આવી છે? શું કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કે નહીં? આ તમામ વિષયો પર આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે. વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીઓ પહેલા રાજીનામું આપે અને પછી ફરીથી શપથ લે તે આજના દિવસ માટે મહત્વપૂર્ણ હતું. ચિરાગે કહ્યું કે તેઓ એનડીએના સાથી તરીકે આજના શપથ સમારોહમાં હાજરી આપવાના છે. અમારા માટે ખુશીની વાત છે કે બિહારમાં એનડીએની સરકાર બની રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ વિશે, સરકારોની શક્તિ વિશે જે વિચાર ધરાવે છે તે વડા પ્રધાનની પોતાની વિચારસરણી છે. અમારું વિઝન બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ છે.

Most Popular

To Top