Gujarat

જૂનાગઢમાં PSIએ કર્યું મોટું કૌભાંડ, 335 બેંક ખાતા ફ્રીઝ કર્યા, ATS કરશે તપાસ

જૂનાગઢ: જૂનાગઢમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના એક PSI દ્વારા મોટા કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. PSI દ્બારા 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને તેને ખોલવા માટે મોટી રકમની માંગ કરવામાં આવી હતી. આ બેંક ખાતાની માહિતી આપનાર સીપીઆઈ તરકલ ભટ્ટે પણ અમદાવાદમાં આવું જ કૌભાંડ આચર્યું હતું.

આ ઘટના અંગે રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અરવિંદ ગોહિલ અને રાઈટર દીપક જાનીએ મળીને અનેક બેંક ખાતાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને ઈડીને ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. આ કાંડમાં માત્ર એક-બે નહીં, પરંતુ 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક કેરળના કાર્તિક જગદીશ ભંડારીનું હતું.

જેને જૂનાગઢ બોલાવી રૂ.85 લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 25 લાખની વાત થઈ અને અંતે 5 લાખમાં મામલો ફાઈનલ થયો. આ પછી મામલો જૂનાગઢના રેન્જ આઈજી સુધી પહોંચ્યો હતો. કાર્તિકે જ્યારે આખી વાત કહી ત્યારે રેન્જ આઈજી નિલેશ જાજડીયા પણ ચોંકી ગયા હતા.

જ્યારે આઈજી ઓફિસે આ મામલે તપાસના આદેશ આપ્યા ત્યારે એક સાથે 335 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડની જાણ થતા જ જૂનાગઢ આઈજીએ ગોહિલ અને જાનીને સસ્પેન્ડ કરી દીધા હતા.

બેંક ખાતાની માહિતી આપનાર CPI પણ સસ્પેન્ડ
સમગ્ર મામલે આઇજી કચેરીના અધિકારી શક્તિસિંહ ગોહિલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં બંને પોલીસકર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોહિલે જણાવ્યું હતું કે માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે આ બેંક ખાતાઓની વિગતો આપી હતી. ત્યાર બાદ આઈજીએ તરત જ સીપીઆઈ તરકલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દીધા હતા.

જણાવી દઇયે કે તરલ ભટ્ટને અગાઉ પણ એક ગુનામાં સસ્પેન્ડ કરી માણાવદર મોકલી દેવાયો હતો. તેઓ અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાં તૈનાત હતા અને પોલીસ કમિશનર વિકાસ સહાયે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ માધુપુરામાં રૂ. 2,000 કરોડના સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવાયેલા તરલ ભટ્ટને મે 2023માં સસ્પેન્ડ કરીને જૂનાગઢ મોકલવામાં આવ્યો હતો. હવે ફરી તરલ ભટ્ટને આવા જ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top