Columns

મોટી ગેમ ‘અંકલ આપ તાલી બજાનેકા ઔર ડરને કા… ઓકે?’

ચુન્નુ મુન્નુ, ઇધર ચાય કોલ્ડડ્રીંક જો ચાહિયે વો મિલેગા લેકિન શોર નહીં મચાને કા સમઝા? યે અંકલ કા દુકાન હૈ, ઇધર મસ્તી કિયા તો અંકલ કો નુકસાન હોગા…’ સાત-આઠ વર્ષના બે છોકરા લઈ હવાલદાર શિંદે મારા ચાના બાંકડે આવ્યો ને બંનેને એક બાંકડા પર બેસાડી કહેવા માંડ્યો. હું ચા ઉકળતા જોઈ રહ્યો. એ બંને છોકરાઓ શિંદે સામે તાકી રહ્યા. કોઈ જવાબ ન આપ્યો. ‘સૂના મૈને ક્યા બોલા વો?’શિંદેએ એમને પૂછ્યું. ‘ઓકે પાંડુ અંકલ.’એક છોકરાએ કહ્યું. ‘મેરા નામ પાંડુ નહીં હૈ.’શિંદેએ કહ્યું. ‘શિંદે અંકલ બોલને કા.’ ‘હમારા નામ ભી ચુન્નુ મુન્નુ નહીં હૈ,’બીજા છોકરાએ કહ્યું. ‘યે જોલી હૈ ઔર મૈં હેપ્પી.’ ‘ઓકે ઓકે બાબા.’શિંદેએ કહ્યું.’લેકિન પાંડુ અંકલ કૈસે બોલા!’ ‘હમારી કોલોની મેં એક પાગલ હૈ, ઉસકા નામ પાંડુ હૈ, આપ ભી ઉસકે જૈસા દિખતા હૈ અંકલ.’ ‘હોગા હોગા પર મેરે કો શિંદે અંકલ બોલને કા.’ બોલતા પસીનો લૂછતાં શિંદેએ મને ધીમા અવાજમાં કહ્યું. ‘આજકલ કે બચ્ચે બોલે તો…’પછી હેપ્પી અને જોલીને પૂછ્યું. ‘કુછ ચાહિયે ક્યા? ચાય.કોફી,ઠંડા?’

‘આઈસ્ક્રીમ!’બંનેએ એક અવાજમાં કહ્યું. ‘રુકો લે આતા હું.’કહી શિંદે આઈસ્ક્રીમ લેવા ગયો.હું એ બાળકોને જોઈ રહ્યો. એ બંને વાત કરતા હતા કે શું કરીએ? પપ્પાનો મોબાઈલ પણ નથી, ગેમ પણ નહીં રમી શકાય. એ બંને શું રમી શકાય એ વિચારતા હતા. છુપાછૂપી રમવાનો આઈડિયા વિચારીને બે જણમાં મજા નહીં આવે એમ કરીને રદ્દ કર્યો. બીજી બે ત્રણ રમતોના નામ એમણે લીધા પણ મને સમજાયું નહીં કે એ કઈ રમતો હતી. એટલામાં મારી ચાની નિયમિત ગ્રાહક લૈલા આવી. બાળકોને બાંકડે જોઈ ખુશ થઈ અને મારી સામે જો આંખો વડે આ કોણ એમ પૂછ્યું.

મેં કહ્યું. ‘શિંદે લાવ્યો છે.’એટલામાં શિંદે આઈસ્ક્રીમ લઇ આવી ગયો. એ બંનેને આઇસ્ક્રીમ આપી મને અને લૈલાને કહેવા માંડ્યો. ‘ડ્યુટી મેં ક્યા ક્યા કરના પડતા હૈ રે બાબા. મૈં કભી મેરે બચ્ચે કે લિયે અઇસા આઈસ્ક્રીમ લેને નહીં ગયા રે!’ પછી શિંદેએ લૈલા અને મને જણાવ્યું કે એના ઉપરી ઇન્સ્પેક્ટરને મળવા મલ્હોત્રા નામનો એમનો કોઈ મિત્ર પોલીસ સ્ટેશન આવ્યો હતો, આ બાળકોને લઈને. એમની મિટિંગમાં અચાનક કોઈ ગંભીર મુદ્દો આવી જતાં શિંદેને એના સાહેબે આ બાળકોને પોલીસ સ્ટેશનની બહાર ક્યાંક લઇ જઈ અડધો કલાક સાચવવાનું કામ સોંપ્યું. એટલે શિંદે આ બંનેને લઇ અહીં આવી ગયો હતો.

‘ચોર પુલીસ?’જોલીએ હેપ્પીને પૂછ્યું. હેપ્પીએ હસીને હા પાડી. અને અમને ત્રણેને જોવા માંડ્યો. મને થયું આ ચોર પુલિસની રમત છુપાછુપીથી બહુ જુદી નથી, બે જણા કઈ રીતે રમશે! એટલામાં જોલીએ લૈલાને પૂછ્યું. ‘દીદી આપ હમારે સાથ ખેલોગે?’ લૈલાએ હસીને કહ્યું.‘અચ્છા બોલો મુઝે ક્યા કરના હૈ?’‘બસ, ફોન પર બાત કરની હૈ.’હેપ્પીએ કહ્યું. ‘પર મૈં ચોર હું યા પુલિસ?’‘દોનો મેં સે કોઈ નહીં.’જોલીએ કહ્યું. ‘આપ ઉપર વાલી હો.’અમે ત્રણે ગૂંચવાયા. ચોર પોલીસની રમત અમે સહુ રમ્યા હતા પણ એમાં ‘ઉપરવાલા’જેવું કોઈ નહોતું. ‘ઉપરવાલી ક્યા હોતા હૈ! આપ લોગ ચોર પુલીસ હી ખેલ રહે હો ના?’‘હાં દીદી આપ ટેન્શન મત લો, એકદમ ઈઝી કામ હૈ આપકા. આપ કો ફોન પર સિર્ફ ઇતના બોલના હૈ કી ‘યે ક્યા બદતમીઝી હૈ? બંદ કરો યે તમાશા, તુમ સે યહ ઉમ્મીદ નહીં થી.’

લૈલાએ અમારી સામે જોયું. પછી કહ્યું. ‘ઠીક હૈ.’ જોલીએ હેપ્પીને કહ્યું. ‘સ્ટાર્ટ?’ જોલી હા પાડે એ પહેલા શિંદેએ પૂછ્યું. ‘તુમ લોગ ચોર પુલીસ ખેલતા હૈ ઔર મુઝકો નહીં લેગા ખેલ મેં?’‘પુલીસ કા ખાસ કુછ કામ નહીં હૈ અંકલ.’જોલીએ કહ્યું.’યે હેપ્પી ઉસકે લિયે બસ હૈ. આપ દુસરી ગેમ મેં ખેલના, ઓકે?’ શિંદેએ હામાં માથું ધુણાવ્યું અને હેપ્પી જોલીની રમત શરૂ થઈ.
‘તું ચોર હૈ.’હેપ્પીએ જોલીને કહ્યું અને બાંકડાથી દૂર જવા માંડ્યો. જોલી બાંકડા પર પગ પર પગ ચઢાવી ઠાઠથી બેઠો અને સિગાર અને શરાબ પીવાનો અભિનય કરવા માંડ્યો. મને થયું આ કેવી ચોર પોલીસની રમત છે જેમાં ચોર સંતાઈ નથી રહ્યો! બે સેકન્ડ પછી હેપ્પી રુઆબભેર જોલી તરફ આવ્યો.અને બોલવા માંડ્યો. ‘નારંગ શેઠ! મૈં તુમ્હે એરેસ્ટ કરને આયા હું…’ જોલીએ હેપ્પી સામે જોઈ સ્મિત કર્યું અને પૂછ્યું. ‘આઓ આઓ ઇન્સ્પેકટર સાહબ. કુછ લોગે? રમ વહીસ્કી?’
‘હા હા હા…’હસવાનો અભિનય કરતા હેપ્પીએ કહ્યું. ‘મુઝે ખરીદને કી કોશિશ ભી મત કરના શેઠ! મૈ ઈમાનદાર પુલીસ ઇન્સ્પેકટર હું.’

‘હો…હો…હો…’મોબાઈલ જોવાના અભિનય સાથે જોલીએ અટ્ટહાસ્ય કર્યું. હેપ્પી એ જોઈ અચકાઈ ગયો. જોલીએ ફોન બાજુમાં મુકવાનો દેખાવ કરી કહ્યું. ‘સોરી ઇન્સ્પેકટર, વ્હોટ્સ એપ પર એક જોક આયા થા…,આપ કુછ કહ રહે થે?’
‘મૈને કહા તુમ મેરી ઈમાનદારી ખરીદ નહીં સકતે…’હેપ્પીએ કહ્યું. ‘હો…હો…હો…’ફરી અટ્ટહાસ્ય કરતા જોલીએ કહ્યું. ‘અચ્છા હૈ… યે ભી અચ્છા જોક હૈ.’ ‘યે કોઈ જોક નહીં શેઠ!’હેપ્પીએ તાડુકીને કહ્યું. ‘આવાજ નીચી રખો ઇન્સ્પેકટર, બગલ કે કમરે મેં મેરા કુત્તા સોયા હુઆ હૈ.’જોલીએ કડક અવાજમાં કહ્યું. ‘તુમ એક પુલિસવાલે હો. ઔર મેરે સામને ખડે હો. યેહી અપને આપમેં એક જોક હૈ. અભી મુઝે વ્હોટ્સ એપ પર જોક કિસને ભેજા થા જાનતે હો? તુમ્હારે સિનિયર ઓફિસરને. ક્યોં? ક્યોંકિ વો ભી આખિર એક પુલીસવાલા હૈ. જોક ભેજના ઉસકા ફર્જ હૈ. તુમ જરા અલગ પુલિસવાલે હો ઇસ લિયે જોક કે બદલે ખુદ આ ગયે!’ ‘ચુપચાપ મેરે સાથ હવાલાત ચલો.’હેપ્પીએ જોલીને કહ્યું.

‘અબ્બે યાર…’કંટાળાના ભાવ સાથે જોલી બોલ્યો. ‘તુમ્હારે બોસ કો ફોન લગાઓ જરા.’ ‘મુઝે મેરે સિનિયર કો ફોન કરને કી જરૂરત નહીં, મેરે પાસ અરેસ્ટ વોરંટ…’ ‘અરે તુમ્હારા સિનિયર નહીં તુમ્હારા બોસ કો ફોન લગાને બોલા.રુકો, તુમ્હારા ફોન ઉઠાયે ઉસકી ગેરન્ટી નહીં, મૈ હી લગાતા હું…’કહી જોલીએ ફોન ડાયલ કર્યો અને લૈલાને જોતા ફોન ઉઠાવવા ઈશારો કર્યો અને પૂછ્યું. ‘ક્યા બોલના હૈ યાદ હૈ ના દીદી?’ લૈલાએ હામાં માથું હલાવતા ફોન પર વાત કરવાનો અભિનય કર્યો. ‘હલ્લો?’લૈલાએ કહ્યું.

‘હલ્લો મેડમ, સોરી આપ કો ડિસ્ટર્બ કિયા. યહાં એક પુલીસવાલા આયા હૈ. જોક મેં સમઝતા હી નહીં, બોર કર રહા હૈ… આપ ઉનકો કોઈ જોક સુનાઓ. લો’કહી જોલીએ પોતાનો ફોન હેપ્પીને પકડાવ્યો. હેપ્પીએ ફોન હાથમાં લીધો. લૈલા ગૂંચવાઇને જોલીને જોઈ રહી. જોલીએ લૈલાને કહ્યું. ‘બોલો કી યે ક્યા તમાશા હૈ? મુઝે તુમસે યે ઉમ્મીદ નહીં થી. બંદ કરો એક્ટિંગ.’ શિંદે, લૈલા અને હું ડઘાઈને એકબીજા સામે જોઈ રહ્યા. જોલીએ કહ્યું. ‘જલ્દી બોલો દીદી.’લૈલા જોલીએ કહ્યું હતું એમ બોલી ગઈ. પછી ફોન પર સાંભળી રહેલા હેપ્પી એ ‘યસ મે’મ સોરી, સોરી.’કહી ફોન પાછો જોલીને આપતા કહ્યું. ‘માફ કરના. ગલતી હો ગઈ.’અને આવ્યો હતો તેમ ચાલ્યો ગયો.

લૈલાએ માથું ધુણાવતા કહ્યું. ‘શું હતું આ ! મને એક કડક ચા પીવડાવ ભાઈ.’
એટલીવારમાં હેપ્પી પાછો આવી ગયો અને લૈલાને કહેવા માંડ્યો. ‘થેંક્યુ દીદી.’
‘યે કૈસા ખેલ થા ચોર પુલીસ કા! ચોર ને ભાગના ચાહિયે ઔર પુલિસને પકડના ચાહિયે.’
જોલી અને હેપ્પી નવાઈ પામતા બોલ્યા. ‘ચોર ક્યોં ભાગેગા? ઔર પુલીસ કૈસે પકડેગી! ઉપરવાલે કા માનના પડતા હૈ ના?’
‘હૈ કૌન યે ઉપરવાલા, પુલીસ કો જોક બના કર રખ દિયા હૈ!?’શિંદેએ અકળાઈને પૂછ્યું.
‘ઉપરવાલા કૌન યે નહીં જાનતે ક્યા અંકલ?’શિંદેના અજ્ઞાન ઉપર જોલી અને હેપ્પીને થયેલું આશ્ચર્ય સ્પષ્ટ જણાઈ આવ્યું. ‘ઉપરવાલા યાને મિનિસ્ટર.’હેપ્પીએ સમજાવ્યું.

‘અચ્છા!’શિંદેએ દાઢમાં કહ્યું. ‘મેરે કો લગા ઉપરવાલા બોલે તો ભગવાન.’
‘હાં અંકલ વો હી.જીસકી મરજી કે બિના કુછ નહી હોતા. હમને ભી વો હી બોલાના?-મિનિસ્ટર.’
અમારા ત્રણે પાસે બોલવા જેવું કંઈ રહ્યું નહીં. ‘અબ બડા વાલા ગેમ ખેલેંગે.’હેપ્પીએ જોલીને કહ્યું.
જોલી ખુશ થઈ બોલ્યો. ‘હાં હાં યે દોનો અંકલ કો ભી ગેમ મેં લે લેંગે…’ હવે કઈ રમત હશે!
જોલીએ અમને સમજાવવા માંડ્યું, શિંદેને કહ્યું. ‘અંકલ આપ તાલી બજાનેકા ઔર ડરને કા…ઓકે?’
‘પર મૈ હૈ કૌન? પુલિસવાલા યા કોઈ ઔર?’શિંદે એ પૂછ્યું.

‘ચલેગા કુછ ફરક નહીં પડેગા કોઈ ભી હો- યે બડા ગેમ હૈ.’હેપ્પીએ કહ્યું. પછી જોલીએ મને કહ્યું. ‘અંકલ આપ ભી તાલી બજાનેકા ઔર ડરને કા. ઠીક હૈ?’ ‘અચ્છા,ઔર મૈ કૌન હું ઇસ ગેમ મેં?’ ‘બોલાના યે બડા ગેમ હૈ- કુછ ભી ચલેગા, આપ ચાય બનાતે રહો.’કહી જોલીએ લૈલાને કહ્યું. ‘દીદી આપ ટીવી ન્યુઝ વાલી હો. આપ કો એક હી લાઈન હર બાર બોલની હૈ. વો લાઈન હૈ – ‘અરેરે દેખો દેખો ક્યા હો ગયા!’ ‘બસ?’લૈલા એ પૂછ્યું. ‘ઇતના હી?’ ‘હાં. આપ અરેરે કે બદલે હાય હાય ક્યા હો ગયા ભી બોલ સકતે હો.’હેપ્પીએ કહ્યું. અને જોલીને પૂછ્યું. ‘સ્ટાર્ટ?’ બાંકડાના એક એક છેડે એ બંને ઉભા થઇ ગયા. પછી માઈક પર બોલતા હોય એમ બોલવા માંડ્યા. હેપ્પીએ કહ્યું . ‘સજ્જનો…’જોલીએ કહ્યું. ‘બિરાદરો…’ ‘હમારા ધર્મ ….’હેપ્પીએ કહ્યું… અને જોલીએ વાક્ય પૂરું કર્યું. ‘ખતરે મેં હૈ…’ અમારે ફક્ત ડરવાનું અને ક્યારેક તાળીઓ પાડવાની હતી. ટીવીએ આશ્ચર્ય માત્ર બતાવવાનું હતું. મોટી ગેમ શરૂ થઈ ગઈ હતી….

Most Popular

To Top