Surat Main

21 બોગસ કંપનીઓ બનાવી 11 કરોડની ITC ઉસેટી લેનાર ભીમરાડના આ કૌભાંડીની ધરપકડ

સુરત: શહેરમાં જુદા જુદા નામ સરનામે 21 જેટલી બોગસ કંપનીઓ (Bogus companies) રજિસ્ટર્ડ કરી બોગસ બીલિંગ થકી 11 કરોડની ITC ઉસેટી લેનાર ભીમરાડના (Bhimrad) નિલેશ ભાલાળાની જીએસટી (GST) વિભાગે ધરપકડ (Arrest) કરી રિમાન્ડની (Remand) માંગણી કરતાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલી આપ્યો છે.

સુરત (Surat) જીએસટી વિભાગે ભીમરાડ ખાતે રહેતા એલિવેટર્સ (Elevators) કંપનીના સંચાલક અને આ કેસના શકમંદ આરોપી (Accused) નિલેશ ભાલાળાની ધરપકડ કરી હતી. આરોપીએ કુલ 21 બોગસ પેઢીઓ ઊભી કરી હતી અને તેમાં ટ્રાન્ઝેકશન (Transaction) બતાવીને રૂપિયા 11 કરોડની આઇટીસી (Input tax credit) ઉસેટી લીધી હતી. આ બોગસ બીલિંગ કૌભાંડમાં (Bogus billing scam) માત્ર બોગસ બિલો જ ઇશ્યુ કરવામાં આવ્યા હતા તથા ઇનપુટ ટેક્સ ક્રેડીટ પાસ ઓન કરવામાં આવી હતી. જેમણે ક્રેડિટ મેળવી છે તે કંપનીઓના સંચાલકોની હવે પછી પૂછપરછ કરવામાં આવશે.

જીએસટી અધિકારીઓ આઈટીસીનો લાભ લેનારાઓને શોધી રહ્યા છે. અગાઉ આવા જ 26 કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં ભાગાતલાવના વાવ કલેક્શનના સમદ કાપડિયાની ધરપકડ થઈ હતી જે અત્યારે જેલ કસ્ટડીમાં છે. 10 દિવસ અગાઉ સીજીએસટીએ બોગસ બિલિંગ કેસમાં સમદ કાપડિયાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં પણ અધિકારીઓ સમદ કાપડિયા પાસેથી 26 કરોડની આઇટીસી ઉસેટવાના કૌભાંડમાં સામેલ લાભાર્થીઓને શોધી રહ્યા છે.

Most Popular

To Top