Dakshin Gujarat

જંબુસરના ટુંડજ ગામે દલિત યુવાન ઉપર જીવલેણ હુમલો

ભરૂચ: (Bharuch) જંબુસરના ટુંડજ ગામે દલિત યુવાન ઉપર જીવલેણ હુમલામાં પોલીસે (Police) ડેપ્યુટી સરપંચ પરિવારના હુમલાખોર ૬ આરોપી પૈકી ૫ને ઝડપી લીધા હતા. જંબુસર તાલુકાના ટુંડજ ગામના (Village) સુરેશ ડાહ્યા વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની રીશ રાખી ડેપ્યુટી સરપંચના પરિવારે આ યુવાનને નિશાન બનાવ્યો હતો. સુરેશને (Suresh) પકડી ડેપ્યુટી સરપંચના પરિવારના ૬ સભ્ય કેસરીસંગ ફતેસંગ સિંધા, તોસિફ, આસિફ અજિત સિંધા, શફિક અજિત સિંધા, સાદીક ઉદેસંગ સિંધા અને મુન્ના ઉર્ફે મામા તેના ઉપર તૂટી પડ્યા હતા. લાકડીના સપાટા મારી સુરેશને અધમૂઓ કરી દીધો હતો.

  • જંબુસરના ટુંડજમાં દલિત યુવાનને ઢોર માર મારનાર ડેપ્યુટી સરપંચના પરિવારના 5ની ધરપકડ
  • પંચાયતમાં અરજીની રીશ રાખી ૬ લોકો લાકડીઓ સાથે તૂટી પડતાં યુવાનને અધમૂઓ કરી દીધો હતો
  • ટુંડજ દલિત યુવાન પ્રકરણમાં પાંચ આરોપીને એક દિવસનાં રિમાન્ડ

ઇજાગ્રસ્તને વડોદરા વધુ સારવાર અર્થે દાખલ કરાયો હતો. ઘટનામાં કાવી પોલીસે હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસે ૫ હુમલાખોરને પકડી લીધા છે. જ્યારે એકની શોધખોળ કરી રહી છે.
જંબુસર તાલુકાના ટુંડજ અને છીદ્રા ગામે દલિત ઉપર હુમલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે અંગે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દલિત યુવાન ઉપર ટુંડજમાં ઇકો કાર લઈને આવેલા 6 હુમલાખોર તૂટી પડવા સાથે જમીન ઉપર તેને પાડી બંને પગ ઉપર લાકડીના ઉપરાછાપરી ફટકા મારી પગમાં ૫થી ૬ ફેક્ચર કર્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

ટુંડજ દલિત યુવાન પ્રકરણમાં પાંચ આરોપીને એક દિવસનાં રિમાન્ડ
ભરૂચ: ટુંડજ ગામે દલિત યુવાન પર જીવલેણ હુમલો થતાં ૫ આરોપી પોલીસે દબોચી લીધા હતા. શનિવારે ભરૂચ સેસન્સ કોર્ટમાં પોલીસે પાંચ આરોપીને રજૂ કરીને તપાસ અધિકારી PSI સેજલ મેઘાણીએ હજુ એક આરોપી નાસતો ફરતો હોય અને ઝડપાયેલા આરોપીઓ ક્યાં રોકાયા હતા તેની સઘન પૂછપરછ કરવા માટે ૭ દિવસનાં રિમાન્ડ માંગ્યાં હતાં. સેસન્સ કોર્ટના જજે ૧ દિવસનાં રિમાન્ડ આપ્યાં હતાં.

Most Popular

To Top