Dakshin Gujarat

ભરૂચમાં ભરાયેલા પાણીમાં રિક્ષા ચાલકે એવું તો શું કર્યું કે સુનીલ ગ્રોવરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં વિડીયો શેર કર્યો

ભરૂચ: જીવનમાં (Life) કોઈપણ સમસ્યામાંથી મુક્તિ માટે વ્યક્તિગત ગમતો વિષયથી આનંદ લઇ શકાય છે. જો કોઈ વ્યક્તિ ડાન્સ (Dance) કરે તો પોતાને સંતોષ થઇ જાય. ભરૂચમાં ધમધોકાર વરસાદમાં (Rain) ડાન્સમિજાજી ઓટો રિક્ષાચાલકે પાણીમાં રમૂજી વિડીયો શેર કરીને તરખાટ મચાવ્યો છે. બોલીવૂડના હાસ્ય કલાકાર તેમજ અભિનેતા સુનીલ ગ્રોવર નિયમિત પોતાનો ઈન્સ્ટાગ્રામ પર રમૂજી વિડીયો શેર કરે છે. હાલમાં સુનીલ ગ્રોવરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં ગુજરાતમાં ભરૂચના એક ઓટોરિક્ષા ચાલકે ભરચક વરસાદી પાણી પર રસ્તાની વચ્ચે રંગીન મિજાજમાં ડાન્સ કરવાનો રમૂજી વિડીયો શેર કર્યો છે.

આ વિડીયોમાં આખા રસ્તે ભારે પાણી ભરાઈ ગયા છે. એક ઓટો ચાલકે પોતાની રિક્ષા આખા રસ્તે ખેંચી પાડી બિનધાસ્ત જિંદગી વ્યતીત કરતા રિક્ષાચાલકે આનંદિત કરવતથી અચાનક નાચવા લાગ્યો. ૧૯૯૮ની ફિલ્મ ‘બડે ઘર કી બેટી’નું ગીત “તેરી પાયલ બાજી જહાં” બેકગ્રાઉન્ડમાં વગાડતું અને એ જ મોડમાં રિક્ષાચાલકની એક્શન સાંભળી શકાય છે.
નાચતી વખતે રિક્ષાચાલકે દુનિયાની કોઈ પરવા કર્યા વગર પાણીમાં ઊભા રહી ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા. આ વિડીયોને ૧ મિલિયનથી વધુ વ્યૂઝ અને ૧૦૭ હજાર લાઈક્સ મળી છે. વિડીયો જોયા બાદ દર્શકો વિભાજીત થઇ ગયા હતા. અને વધુ પ્રમાણમાં માણસની આનંદકારક શક્તિને પસંદ કરી હતી. અને કેટલાકે પણ હસતા ઈમોજીસ સાથે પોસ્ટ પર ટિપ્પણી કરી હતી.

ડાંગ જિલ્લામાં વરસાદી જોર ધીમુ પડતા પ્રવાસીઓ ઉમટી પડ્યા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે બે સપ્તાહ બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
ડાંગ જિલ્લામાં વરસાદી તાંડવનાં પગલે માર્ગો સહિત કોઝવે ડેમેજ થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાપુતારાનાં ઘાટમાર્ગમાં પણ ભારે પ્રમાણમાં ભુસ્ખલન થતા વાહનવ્યવહાર પ્રભાવિત થતા પ્રવાસન ઉધોગ પર માઠી અસર પહોચી હતી. અને પ્રવાસીઓ સાપુતારા ખાતે આવવાનું ટાળતા હતા. તેવામાં ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીમો થતા ગિરિમથક સાપુતારા સહિત ગીરાધોધ ખાતે શનિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાપુતારામાં હળવા વરસાદી માહોલ અને ગાઢ ધૂમ્મસીયા વાતાવરણમાં પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 15 મિમી, વઘઇ પંથકમાં 23 મિમી, સુબિર પંથકમાં 19 મિમી, જ્યારે સાપુતારા પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ જેટલો નોંધાયો હતો.

Most Popular

To Top