World

કંગાલ પાકિસ્તાન હવે રાષ્ટ્રીય સંપત્તિને અન્ય દેશોને વેચી અને દેવું ચૂકવશે

પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) કેબિનેટે શનિવારે વિદેશમાં દેશની સંપત્તિના (wealth of the country) કટોકટી વેચાણ માટેની તમામ પ્રક્રિયાઓને બાયપાસ કરવા માટે વટહુકમને મંજૂરી આપી હતી.એક અહેવાલો અનુસાર વિદેશમાં દેશની કટોકટી વેચાણ માટેની નિયમનકારી ચકાસણી નાબૂદ કરવામાં આવી છે.આ અધ્યાદેશ દ્વારા પાકિસ્તાના માથા પર રહેલું આર્થિક સંકટને ટાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુરુવારે ફેડરલ કેબિનેટ દ્વારા ઇન્ટર-ગવર્નમેન્ટલ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓર્ડિનન્સ-2022ને મંજૂરી આપવામાં આવી હતી. આ વટહુકમ અનુસાર સરકારે દેશની અદાલતોને વિદેશમાં સરકારી કંપનીઓની પ્રોપર્ટી અને શેરના વેચાણ સામેની કોઈપણ અરજી પર વિચાર કરવા પર પણ રોક લગાવી છે.

રાષ્ટ્રપતિએ હજુ સુધી વટહુકમ પર હસ્તાક્ષર કર્યા નથી
આ આર્થિક જોખમને ટાળવા માટે તેલ અને ગેસ કંપનીઓ અને સરકારી માલિકીની પાવર કંપનીનો હિસ્સો સંયુક્ત આરબ અમીરાત (UAE)ને US$2.5 બિલિયનમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વટહુકમને ટાંકતા મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે વટહુકમ દ્વારા કેન્દ્રએ પ્રાંતીય સરકારોને જમીન સંપાદન માટે બંધનકર્તા નિર્દેશો જારી કરવાની સત્તા પણ આપી છે. જોકે, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ હજુ સુધી વટહુકમ પર હસ્તાક્ષર કર્યા નથી.

UAEએ પાકિસ્તાનને રોકડ આપવાનો ઇનકાર કર્યો હતો
અહેવાલ મુજબ, મે મહિનામાં, UAEએ પાકિસ્તાનની બેંકોમાં રોકડ જમા કરવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે ઇસ્લામાબાદ દ્વારા અગાઉની લોન ચૂકવવામાં અસમર્થતા દર્શાવ્યા બાદ તેમને રોકાણ માટે તેમની કંપનીઓ ખોલવા કહ્યું હતું. પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે આ અઠવાડિયે કહ્યું હતું કે સામાન્ય રીતે ખાનગીકરણ વ્યવહાર પૂર્ણ કરવામાં 471 દિવસ લાગે છે. તેમણે કહ્યું હતું કે સરકારે તરત જ ભંડોળ એકત્ર કરવા માટે વિદેશી દેશો સાથે સોદા સમાપ્ત કરવા પડશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ એવી શરત મૂકી છે કે પાકિસ્તાનનો કેસ બોર્ડમાં ન લઈ શકાય જ્યાં સુધી તે મિત્ર દેશો પાસેથી ચાર બિલિયન યુએસ ડૉલરના ફંડિંગ ગેપને પૂરો કરવાનો પ્રયાસ ન કરે. પાકિસ્તાને તાજેતરમાં બેલઆઉટ પેકેજ હેઠળ USD 1.17 બિલિયનની ચુકવણી માટે IMF સાથે કર્મચારી-સ્તરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

પાકિસ્તાની રૂપિયો 8.3 ટકા તૂટ્યો
પાકિસ્તાની રૂપિયો આ અઠવાડિયે તેના મૂલ્યના 8.3 ટકા ઘટ્યો છે, જે નવેમ્બર 1998 પછી સૌથી વધુ છે. આ વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકાર સામેના પડકારોની ગંભીરતા દર્શાવે છે. હાલમાં પાકિસ્તાની હાલત પણ લગભગ શ્રીલંકા જેવી જ થઈ ગઈ છે. પાકિસ્તાના પણ અનાજ,ગેસ, તેલ વગેરે મોંધુ થયું છે.

Most Popular

To Top