Sports

ખેલાડીઓમાં સંક્રમણ વધતા IPL અધવચ્ચે સ્થગિત

આઈપીએલ 2021: આઈપીએલ રમતા ખેલાડીઓમાં કોરોનાના સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઈ (BCCI) દ્રારા આઈપીએલને એક અઠવાડિયા મુલતવી કરવામાં આવી છે . કેકેઆર ટીમ પછી હવે હૈદરાબાદની ટીમના ખેલાડીઓને પણ કોરોના થયો છે. હૈદરાબાદનો ખેલાડી કોરોના પોઝિટિવ હોવાને કારણે આખી ટીમ આઇસોલેશનમાં ગઈ છે. અગાઉ, કેકેઆરના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. બીજી તરફ, ચેન્નાઈ સુપરકિંગ્સનો સપોર્ટ સ્ટાફ પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ તાત્કાલિક અસરથી આઈપીએલને થોડા સમય માટે મુલતવી કર્યું છે.

અગાઉ, ખેલાડીઓ કોરોના પોઝીટીવ થયા પછી બીસીસીઆઈએ મેચોનું રીશીડ્યુલ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા અને હૈદરાબાદના ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઈપીએલને એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યું હતું. જોકે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે આઈપીએલની તમામ મેચ મુંબઈ ખસેડવામાં આવશે, પરંતુ મુંબઇમાં કોરોનાના કેસો ઝડપથી આગળ વઘી રહ્યા છે.

જણાવી દઈએ કે આ સમયે દેશભરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેના કારણે બીસીસીઆઈ આઈપીએલ અંગે ખૂબ જ સાવધ હતી, પરંતુ બાયો-બબલમાં કોરોનાના કેસો હોવા છતાં, એવા કિસ્સા બન્યા હતા કે જેણે આઈપીએલને જોખમમાં મૂક્યું હતું. આઈપીએલ મુલતવી થયા બાદ લોકો સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Most Popular

To Top