Gujarat

આયુષ્યમાન કાર્ડ પ્રજા માટે પીએમ મોદીની સ્વાસ્થ્યની ગેરંટી છે : દાદા

અમદાવાદ : અમદાવાદ ખાતે 20મી ‘ન્યુરો અપડેટ 2023’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી આજે દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. પહેલાં નાના માણસ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ મેળવવી આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્યમાન કાર્ડ ખરાં અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ મોદીએ સ્વાસ્થ્ય ગેરંટી આપી છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ન્યુરોલોજી કોન્ફરન્સ સંદર્ભે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસના ધ્યેય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં પીએમ મોદીએ 20 વર્ષ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આરોગ્ય, ફાર્મા, કેમિકલ સહિત દરેક ક્ષેત્રે આજે આ ગ્લોબલ સમિટના ફળ આપણે મેળવી રહ્યાં છીએ. આજની આ ન્યુરોલોજી કોન્ફરન્સમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે, એવી આશા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવી વિવિધ કોન્ફરન્સ થકી સરકારને પણ ઘણીવાર પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થતાં હોય છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

Most Popular

To Top