National

અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024નાં રોજ યોજાશે

અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામમંદિરનું (Rammandir) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હવે આ મંદિરના ઉદ્ધાટન અંગેની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 22 જાન્યુઆરી 2024નાં રોજ રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામ મંદિરમાં રામલલાના દર્શન માટે કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમની રાહ 22 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. આ દિવસે, શુભ મુહૂર્તમાં, રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના તમામ મંદિરોને શણગારવામાં આવશે તો ક્યાંક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ દેશના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ રીતે બતાવવામાં આવશે.

મંદિરનો પ્રથમ માળ ઓક્ટોબર 2023 સુધીમાં તૈયાર થઈ જશે
મંદિરના નિર્માણની વાત કરીએ તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે ઓક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. માહિતી અનુસાર રામ મંદિરનો પહેલો માળ ઓક્ટોબરમાં તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ લગભગ સાત દિવસ સુધી ચાલશે અને ત્યાર બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ દેશભરમાં મનાવવામાં આવશે.

રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અગાઉ કહ્યું હતું કે અયોધ્યાના રામમંદિરમાં રામ ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. અયોધ્યામાં રામલલાની 3 મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જેનાં માટે 2 કર્ણાટકના તો 1 રાજસ્થાનના જયપુરના મૂર્તિકારો કામ કરી રહ્યાં છે. ઉપરાંત પથ્થરો પર અવનવી કોતરણી કરવામાં આવી રહી છે. ઉપરાંત તેઓએ અગાઉ કહ્યું હતું કે રામલલાની મૂર્તિ માટેનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 7 દિવસનો રાખવામાં આવશે, સમગ્ર દેશના 7 દિવસ સુધી આ ઉત્સવને માણશે. દેશભરના સંતો અને પૂજારીઓને તેઓ જ્યાં હોય તે જ સ્થળેથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી હતી.

Most Popular

To Top