National

ઔરંગાબાદમાં PM મોદી નિતીશ કુમારનો હાથ ખેંચી માળાની અંદર લાવ્યા, નિતીશે કહ્યું હવે તમારી સાથે..

ઔરંગાબાદ: (Aurangabad) બિહારના ઔરંગાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) રેલીમાં ફરી એકવાર બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) પ્રત્યે મોદી પ્રેમ જોવા મળ્યો હતો. વડાપ્રધાન રેલીમાં સ્ટેજ પર પહોંચતા જ તેમનું ભવ્ય હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હા, સમ્રાટ ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પીએમ મોદીને હાર પહેરાવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સીએમ નીતીશનો હાથ પકડીને હારની અંદર ખેચી લીધા હતા. જ્યારે પીએમએ આ કર્યું ત્યારે નીતિશ કુમારના ચેહરા પર હાસ્ય રેલાયું હતું. આ પછી બંને નેતાઓએ હાર પહેરી જનતાનું અભિવાદન સ્વીકાર્યું હતું.

આ પછી પીએમ મોદીનું સ્વાગત કરતા નીતિશ કુમારે કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગાબાદ આવ્યા છે. હું તમને અભિનંદન આપું છું કે તમે ફરી એકવાર અમારા સ્થાને આવ્યા છો. આ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. પહેલા આવ્યા હતા અને અહીં અમે ગાયબ થઈ ગયા હતા. હવે અમે તમને ખાતરી આપીએ છીએ કે હવે આમ તેમ થઈશું નહીં. હવે તમારી સાથે રહીશું. તેથી હવે અહીં કામ ઝડપથી થવા લાગે. અમે 2005 થી સાથે છીએ. અમે સતત સાથે મળીને કેટલું કામ કર્યું છે. અમે બધા કામ સાથે મળીને કર્યા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેકની આર્થિક સ્થિતિ સુધરે. મને પૂરો વિશ્વાસ છે કે વડાપ્રધાન બિહારની મુલાકાત લેતા રહેશે. આ વખતે ચૂંટણીમાં અમને વિશ્વાસ છે કે તમે 400 સીટો જીતશો.

‘હવે બિહારમાં ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે’
નીતીશ કુમારે કહ્યું કે દેશ અને બિહારમાં હવે તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે. આ માટે હું વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તેમણે કહ્યું કે હવે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી અને હવે અમે સાથે મળીને કામ કરીશું. નીતિશ કુમારે કહ્યું કે પહેલા હું અહીંથી ગયો હતો અને ગાયબ થઈ ગયો હતો પરંતુ હવે હું અહીં-ત્યાં નહીં જઈશ. હું તમારી સાથે રહીશ અને બિહાર માટે કામ કરતો રહીશ.

પીએમે તેજસ્વી પર પ્રહાર કર્યા
પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે પરિવાર લક્ષી લોકો તેમના માતા-પિતા દ્વારા રચાયેલી પાર્ટીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે. તેમને પાર્ટીઓ વારસામાં મળી છે અને તેમની સાથે તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પણ તેમને વારસામાં મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જનતા પરિવાર લક્ષી પાર્ટીઓના ભ્રષ્ટાચારને સમજી ગઈ છે અને તેમને કોઈ તક આપવાની નથી. તેમના મોટા નેતાઓ પણ ચૂંટણી લડવા માંગતા નથી.

Most Popular

To Top