Vadodara

સસ્તું સોનું લેવાની લહાયમાં પાંચ લાખ ઝૂંટવાયા


સસ્તું સોનું ખરીદવા જતા વાઘોડિયા શાહ પરિવારનાં સભ્ય પાસેથી લુંટારૂ પાંચ લાખ ખંખેરીને ભાગ્યા, પોલીસની એન્ટ્રી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

સસ્તુ સોનું મેળવવાની લ્હાયમાં વડોદરા શાહ પરિવારના એક સભ્ય પાસેથી વાગરાના મૂલેર પાસે ફિલ્મી ઢબે પાંચ ટોળકીએ રૂપિયા પાંચ લાખ ખંખેર્યા હતા. આ મામલે વાગરા પોલીસ મથકે હરકતમાં આવીને એકને ઝડપીને પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં મુખ્ય સુત્રધાર ગણાતો હનિફ પઠાણ તેની પત્ની સાથે કારમા ભાગતી વખતે ઓરા ચોકડી પાસે પોલીસકર્મીને ટક્કર મારી રફૂચક્કર થઇ ગયો હતો.જો કે આખરે ભાગેડુ આરોપી વડુ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાઇ ગયો હતો.
વડોદરાના વાઘોડિયામાં રહેતા નીલ રવીન્દ્રભાઈ શાહને ગાંધીધામના મુંદ્રા પોર્ટ પર શખ્સ શંકર પટેલ સાથે સંપર્ક થયો હતો.એ વેળા તેને જણાવ્યું કે ‘સસ્તા ભાવે સોનુ,સોનાના બિસ્કીટ, આઇફોન, બ્રાન્ડેડ બુટ સહિતની વસ્તુઓ અપાવી શકે છે.’આ વાતના વિશ્વાસમાં આવેલા નીલ શાહે સંમયાતરે સસ્તુ સોનુ ખરીદવા માટે શંકર પટેલને કોલ કર્યો હતો.જેમા શંકર પટેલે એક નંબર પરથી એપથી કોલ કરવા કહેતા નીલ શાહે સંપર્ક કરતા અશોક જૈનિ નામના વ્યક્તિ સાથે વાતચીત કરી હતી.૧૦૦ ગ્રામનુ સોનાના બિસ્કીટ ખરીદી માટે વાત થઈ હતી.અશોક જૈનનો સંપર્કથી છેક વાગરાના મૂલેર પાસેનું લોકેશન આપતા નીલ શાહ પોતાની કારમાં ત્યાં પહોંચ્યો હતો.એ વેળા એક સફેદ સ્વીફ્ટ કાર ત્યાં આવી પહોંચી હતી.જે અંગે અશોક જૈને ફોન કરીને જણાવ્યું હતું કે કારમાં હનિફ પઠાણ તેનો પાર્ટનર જ છે.ત્યારબાદ તેઓની તરકટથી કારમાંથી ત્રણ પૈકી એક શખ્સ આવીને તેમને પોતાનો ફોન આપીને અબ્દુલ ખાલીદ સાથે વાત કરો એમ કહેતા નીલ શાહે જણાવ્યું હતું કે આવા નામના કોઈ વ્યક્તિને જાણતો નથી.એ વખતે ફોન લઈને આવેલા શખ્સે જણાવ્યું હતું કે અબ્દુલ ખાલીદ અને અશોક જૈન એક જ ગ્રુપના છે.જેથી નીલ શાહે ફોન પર વાત કરતા અબ્દુલ ખાલીદે પૈસા સાથે કારમાં આવવા કહ્યું હતું.નીલ શાહ તેઓની કારમાં બેસી ગયો હતો.દોઢેક કિમી દૂર જઈને કારમાં સવાર એક શખ્સને લઘુશંકા માટે કાર ઉભી રાખી હતી.એ વખતે નીલ શાહની બાજુમાં બેઠેલા શખ્સે પેટ પર જોરદાર લાત મારી રૂ.૫ લાખની બેગ ઝૂંટવીને ભાગી ગયા.
સમગ્ર ઘટનાનાં પગલે નીલ શાહે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરતાં વાગરા પોલીસ એક્શનમાં આવી ગઠિયાઓને દબોચી લેવા આસપાસ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.જેમા લુંટારૂ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હનિફ પઠાણ અને તેની પત્ની નઝમાએ નાકાબંધીમાં ઉભેલા પોલીસકર્મી મહેશભાઈને અકસ્માત કરી નાસી છુટ્યા હતા.જોકે બાદમાં વડોદરાના વડુ પોલીસની હદમાંથી હનિફ પઠાણને પોલીસે પીછો કરી ઝડપી પાડયો હતો.આ બાબતે વાગરા પોલીસે ગુનો નોંધી અન્ય વોન્ટેડ આરોપીઓ પૈકી શંકર પટેલ,અશોક જૈન ઉર્ફે અબ્દુલ ખાલીદ,દિલીપ ઠક્કર, અબ્દુલ મઝીદ તેમજ રીયાઝને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top