Vadodara

અત્ર, તત્ર, સર્વત્ર : મેઘરાજાની આખરે પધરામણી

વડોદરા : વડોદરા ભગવાન જગન્નાથની નગર યાત્રા પૂર્વે રાત્રે વડોદરા શહેર અને  જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે મેઘોની ધમાકેદાર એન્ટ્રી કરી. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરામાં 3 ઇંચ અને પાદરામાં સાડા ત્રણ ઇંચ સહિત સમગ્ર જિલ્લામાં 3 મિ.મી.થી સાડા 82 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે વરસેલા વરસાદને પગલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. જોકે, આ ઘટનાઓમાં કોઇ જાનહાનિના થઇ નથી. આજે જગન્નાથ યાત્રા દરમિયાન મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની  ઘટનાઓ સામે આવી હતી.  જોકે, આ ઘટનાઓમાં કોઇ જાનહાનિ થઇ નથી. જેથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જવાના સમાચાર સામે આવ્યા હતા.  મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો એલર્ટ થઇ ગઇ હતી અને જે તે વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજળી ગુલ થવાની ફરિયાદો આવતાની સાથે ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી અને કામગીરી કરી હતી.

શહેરમાં પડેલા વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાય જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તદુપરાંત શહેરમાં ઠેર ઠેર લાગેલા ભગવાન જગન્નાથજીના શોભાયાત્રાના બેનરો લાગેલા હતા તે પડી જવાના સામે આવ્યા હતા. ત્યારે બીજી બાજુ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ યોગીનીકેતની સામેની બાજુ એક ઝાડ પડી જવાથી ટ્રાફિક જમના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઝાડ એ રીતે પડેલું કે ભારદારી વાહનને અવર જવર કરવા પણ મુશ્કેલી થતી હતી.

Most Popular

To Top