World

આકાશ મંડળમાં નવી શોધઃ આટલા અંતરે છે પૃથ્વી જેવોજ ગ્રહ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોક્કસ દાવો

નવી દિલ્હી : ખગોળવિંદોએ (Astronomers) આકાશ મંડળના તારાઓની વચ્ચે ખુબ જ નવી અને દુર્લભ શોધ કરી છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ દ્વારા કરવામાં આવેલ શોધમાં એક નવો ગ્રહ મળી આવ્યો છે. જે એકદમ આપણી પૃથ્વી જેવોજ છે. વૈજ્ઞાનિકોએ (scientists) તેને વોલ્ફ 1069 બી (Wolfe 1069 B) નામ આપ્યું છે. આ પ્લાનેટ મનુષ્યોને માટે રહેવા લાયક હોવાની ચોક્કસ સંભાવનાઓ હોઈ વ્યક્ત કરાઈ રહી છે. આ શોધનો શ્રેય ખગોળ વિદોની આંતરરાષ્ટ્રીય ટીમને જાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે વોલ્ફ 1069 બી ધરતીથી માત્ર 31 પ્રકાશ વર્ષની દુરી ઉપર જ છે જે એક લાલ કલરના લઘુ તારાની પરિક્રમા કરે છે.

  • આકાશ મંડળના તારાઓની વચ્ચે ખુબ જ નવી અને દુર્લભ શોધ
  • પૃથ્વી જેવાજ મળી આવેલા આ ગ્રહને વૈજ્ઞાનિકોએ વોલ્ફ 1069 બી નામ આપ્યું છે
  • વોલ્ફ 1069 બી ધરતીથી માત્ર 31 પ્રકાશ વર્ષની દુરી ઉપર જ છે

નવો શોધાયેલો આ ગ્રહ પૃથ્વીથી માત્ર 31 પ્રકાશ વર્ષ દૂર
વૈજ્ઞાનિકોની ટીમે શોધેલા વોલ્ફ 1069 બી નામક આ ગ્રહ ધરતીથી માત્ર 31 પ્રકાશ વર્ષની દુરી ઉપર સ્થિત છે. આ ગ્રહ (તારો) આકારમાં લઘુ અને લાલ કલરનો છે. આ તારો સૂર્યથી લગભગ 65 ટકા જેટલું ઓછું રેડિયેશન પેદા કરે છે. જેના એક હિસ્સાની તરફ પ્રકાશ જોવા મળી રહ્યો છે અને બજી તરફ અંધારું દેખાઈ રહ્યું છે. અને સૌથી રોમાંચિત કરે તેવી વાત એ છે કે આ એક્સો પ્લાનેટ આપણી પૃથ્વીથી માત્ર 31 પ્રકાશ વર્ષની દુરી ઉપર છે .

મનુષ્યોને રહેવા યોગ્ય છે આ ગ્રહ
ખગોળશાસ્ત્રીઓ નવા શોધાયેલા આ ગ્રહ વિષે દાવો કર્યો છે કે આ ગ્રહ મનુષ્યોને રહેવા યોગ્ય છે અને અનેક હજારો વર્ષો શુધી રહી શકાય તેવો યોગ્ય છે. વૈજ્ઞાનિકોને ખાતરી છે કે પૃથ્વીની બહાર જીવન અસ્તિત્વ ધરાવે છે. જો કે, અમને હજુ સુધી એવા ગ્રહ મળ્યા નથી કે જે નાનામાં નાના પ્રકારના જીવનના અસ્તિત્વ અને સ્વરૂપોને પણ ટકાવી શકે. આ જ કારણ છે કે સંભવતઃ આ ગ્રહ મનુષ્ય માટે રહેવા યોગ્ય બની શકે છે.

પૃથ્વીની નજીક શોધાયેલો આ છઠ્ઠો ગ્રહ છે
વૈજ્ઞાનિકોએ વુલ્ફ 1069 બીના ડેટાનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલા અંતરે 15.6 દિવસમાં પરિક્રમા કરે છે. તેનું વજન પૃથ્વી કરતાં 1.26 ગણું વધારે છે અને તેનું કદ 1.08 ઘણું મોટું છે. તેની સપાટીનું તાપમાન માઈનસ 95 ડિગ્રી સેલ્સિયસ અને 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. તેનું સરેરાશ તાપમાન માઈનસ 40.14 ડિગ્રી સેલ્સિયસ છે. વધુમાં તે પૃથ્વીથી છઠ્ઠો સૌથી નજીકનો ગ્રહ છે.

ઉલ્લેખનીય છે કેસ્પેનની કેલર અલ્ટો ઓબ્ઝર્વેટરીમાં 3.5 મીટરના કારમેન્સ ટેલિસ્કોપની મદદથી આ ગ્રહની શોધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ખગોળશાસ્ત્રીઓએ 5200 ગ્રહો શોધી કાઢ્યા છે જેમાંથી 200થી ઓછા ખડક વાળા ગ્રહો છે.

Most Popular

To Top