National

આસામ ચૂંટણી 2021: પ્રિયંકા ગાંધી પહોંચ્યા બગીચામાં : માથે બાસ્કેટ મૂકી તોડ્યા ચાના પાંદડાઓ

આસામ ચૂંટણી (ASSAM ELECTION) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (RPIYANKA GANDHI) હાલમાં આસામના પ્રવાસ પર છે અને આજે તે ચાના બગીચાની મહિલાઓની વચ્ચે પહોંચી ગઈ હતી અને પોતાના જ પોશાકમાં ચાના પાન તોડ્યા હતા. પ્રિયંકા ગાંધી મરૂન કલરની સાડીમાં ફૂલની ટોપલી તેના માથા પર મૂકી ચાના પાંદડા (COLLECT TEA LEAVES)ઓ ઉતારતી જોવા મળી હતી.

આસામમાં ચૂંટણી પ્રચાર પર છે પ્રિયંકા ગાંધી

આજે આસામના તેજપુરમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા છે. જ્યાં તે મતદારો માટે તેમના પક્ષમાં પ્રચાર કરશે. આસામમાં ત્રણ તબક્કા (3 SESSION) માં મતદાન થશે. આસામમાં પ્રથમ તબક્કાના મતદાન 27 માર્ચે થશે. બીજો તબક્કો 1 એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કાના મતદાન 6 એપ્રિલના રોજ થશે. ચૂંટણીનું પરિણામ 2 મેના રોજ આવશે. પ્રચાર માટેની માર્ગદર્શિકા બહાર પાડતા પંચે કહ્યું છે કે ઉમેદવારો સહિત 5 લોકોને ઘરે-ઘરે જવા દેવામાં આવશે. આટલું જ નહીં, ઉમેદવારી નોંધાવવા માટેના ઉમેદવાર સાથે બીજા બે જ લોકો જઇ શકશે. રીટર્નિંગ ઓફિસરની કચેરીમાં માત્ર બે વાહનોની મંજૂરી રહેશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે પરીક્ષાઓ અને તહેવારો પર મતદાન નહીં થાય. બધા તહેવારોની કાળજી લેવામાં આવી છે. 

ગઈકાલે પ્રિયંકા ગાંધીએ કામખ્યા મંદિરમાં પ્રાર્થના કરી હતી

 પ્રિયંકાએ ગઈકાલે મહિલાઓને આગામી ચૂંટણીઓમાં જવાબદારીપૂર્વક મતદાન કરવા વિનંતી કરી હતી કારણ કે તેમના અને તેમના બાળકોના ભવિષ્ય માટે તે ખૂબ મહત્વનું છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનું પ્રમાણ દેશમાં સૌથી વધુ છે અને હાલની સરકારે પરિસ્થિતિ સુધારવા માટે કંઈ કર્યું નથી. તે વિશ્વનાથ જિલ્લાના ગોહપુરમાં ચા-બગીચામાં કામ કરતી સ્વ-સહાય જૂથોના સભ્યો અને મહિલાઓ સાથે વાત કરી રહી હતી.

ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે: 

આસામમાં થનાર ચૂંટણી માટે ચૂંટણી પંચે પણ કમર કસી છે.. ફરજ પર તૈનાત તમામ ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે રાજ્યોના તમામ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પહેલા રસી આપવામાં આવશે. તે પછી દિલ્હી મુખ્યાલયમાં ઉપસ્થિત લોકોને રસી આપવામાં આવશે. જુનિયર સ્ટાફ સાથે મુખ્યાલયમાં પણ રસીકરણ શરૂ કરવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. હાલમાં રાજ્યમાં ભાજપ સરકાર છે. અને હવે રાજ્યની 126 બેઠકો માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top