Sports

આર્મલેસ તીરંદાજ શીતલ એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા

હાંગઝોઉ: આર્મલેસ તીરંદાજમેદલ (Armless Archer) શીતલ દેવીએ શુક્રવારે મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવીને ગોલ્ડ જીતવા સાથે એશિયન પેરા ગેમ્સમાં (Asian Para Games) એક જ સિઝનમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. જમ્મુ-કાશ્મીરની 16 વર્ષની શીતલ તેના પગથી તીર મારે છે. અગાઉ તેણે કમ્પાઉન્ડ મિક્સ્ડ કેટેગરીમાં ગોલ્ડ અને મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

  • આર્મલેસ તીરંદાજ શીતલ એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા
  • પગેથી તિરંદાજી કરતી શિતલ દેવીએ કમ્પાઉન્ડમાં મહિલાઓની વ્યક્તિગત અને મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ તેમજ મહિલા ડબલ્સમાં સિલ્વર જીત્યો
  • ભારતે એશિયન પેરા ગેમ્સમાં તેના મેડલનો આંકડો 99 પર પહોંચાડી દીધો અને હજુ ગેમ્સને એક દિવસ બાકી છે

કિશ્તવાડના દૂરના વિસ્તારમાં એક સૈન્ય છાવણીમાં મળેલી શીતલને ભારતીય સેનાએ બાળપણમાં દત્તક લીધી હતી. જુલાઈમાં, તેણે પેરા વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં સિંગાપોરના અલીમ નૂર એસને 144.142ના સ્કોર સાથે હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંકુર ધમા આ અઠવાડિયે એક જ સિઝનમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.
ભારતે અત્યાર સુધીમાં 94 મેડલ જીત્યા છે જેમાંથી બેડમિન્ટન ખેલાડીઓએ નવ મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતે સિંગલ્સ SL3 કેટેગરીમાં ભારતના જ નીતિશ કુમારને 22-20, 21-19ને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા IAS ઓફિસર સુહાસ LYએ SL4 કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. સુકાંત કદમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મહિલા SU5 ફાઇનલમાં ટી મુરુગેસને સ્થાનિક ખેલાડી યાંગ ક્વિક્સિયાને 21-19, 2119 ને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એથ્લેટિક્સમાં, રમણ શર્માએ પુરુષોની 1500 મીટર T38 સ્પર્ધામાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભાલા ફેંકમાં, પ્રદીપ કુમાર અને લક્ષિતે F54 કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.

Most Popular

To Top