Dakshin Gujarat

ઓનલાઇન ટ્રાન્જેક્શન કરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગઠિયો અંકલેશ્વરના વેપારીને ઠગી ગયો

અંકલેશ્વર:અંકલેશ્વરના (Ankleshwar) વેપારી સાથે ઓનલાઇન ફ્રોડનો (Online Fraud) બનાવ બન્યો છે. ડિજિટલ પેમેન્ટના (Digital Payments) નામે તમારી સાથે આવું ન બને તેનું ધ્યાન રાખવાની (Take Care) અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વરના વેપારી (Merchant)પાસે એક વ્યક્તિ એક વર્ષ પછી આવે છે. અને પેટીએમ (Paytm) સાઉન્ડ બોક્સ રૂપિયા 499 માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે. આથી પહેલા આ ઠગે મોબાઈલ ફોનનો સ્ક્રીન લોક તથા પાસવર્ડ જાણી લઇ ખેલ પાડ્યો હતો. ત્યારબાદ સાઉન્ડ બોક્ષનો ડેમો બતાવે છે. અને મોબાઈલથી એક રૂપિયો નાખવાનું કહે છે પણ ટ્રાન્ઝેકશન ફેઈલ થાય છે.જેમ જેમ ડીઝીટઝલ પેમેન્ટ અને ઓન લાઈન ટ્રાન્જેક્શનનો લોકો ઉપયોગ કરતા થયા છે તેમ-તેમ ઠગાઈ (Cheated) અને છેતરપિંડીના કિસ્સાઓનો વ્યાપ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે.

ગઠિયાએ પાસવર્ડ અને સ્ક્રીન શોર્ટ પહેલેથી જાણી લીધા હતા
પેટીએમ ઉપર રૂપિયાની લેતી-દેતીના બહાને આવેલ આ ઠગ વેપારીને જણાવે છે કે હું મીરા નગર જાવ છું અને બીજું સીમ કાર્ડ લઈને આવું છું ની વાત કરી હતી. આ દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હતા. વેપારી તેનો ફોન ઠગએબ આપી મોટી ભૂલ કરી દે છે તેવો કિસ્સો અહીં ફલિત થાય છે. મોબાઈલ દુકાન ઉપર જ છોડી કામ અર્થે બહાર નીકળી જાય છે. આજ પળની લાગ જોઈ બેઠેલો ગઠિયો ફરીથી આવે છે અને મોબાઈલના પાસર્વર્ડ અને સ્ક્રીન લોક અગાઉથી જાણી લીધા હોય જેથી તેનો એડવાન્ટેજ લઇ તેની કસાબ અજમાવી જાય છે.

વેપારીના ખાતા માંથી 8 હજાર 300નું ટ્રાન્જેક્શન કરી ગઠિયો ચંપત
તેના એકાઉન્ટમાંથી રૂપિયા 8 હજાર 300 સેરવી લે છે. પે ટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ રૂપિયા 8799 ની ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા વેપારીએ અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરી છે. આ ઠગનું નામ મન્સૂરી ઈરફાન મુસ્તુફા હોવાનું વેપારીના કહેવા પ્રમાણે ખુલ્યું છે. જે ભરૂચનો રહેવાસી છે. જેને પે ટીએમ સાઉન્ડ સિસ્ટમના બહાને કેટલાય વેપારી જોડે હજારોની ઠગાઈ કરી હશે. ત્યારે પોલીસ તેને પકડી પાડે તેવી આ વેપારીની રજુઆત છે

Most Popular

To Top