Dakshin Gujarat

અમરેલીના ધારી મંદિરમાં રૂ.12.35 લાખની છેતરપિંડી કરનાર જેતપુરનો આરોપી ઝડપાયો

રાજકોટ: અમરેલીના જિલ્લાના ધારીના સ્વામીનારાયણ મંદિરમાં 12.35 લાખના સોના-ચાંદીની છેતરપિંડી કરી રફૂચક્કર થઈ જનાર વ્યક્તિને અમરેલી એલસીબીએ ઝડપી લીધો હતો. તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ઝડપાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • સ્વામિનારાયણ ભગવાનની સુર્વણ તુલા કરવી છે તેથી સોનાના વેપારીને મંદિરમાં બોલાવવા કહ્યું હતું

ધારીના સ્વામીનારાયણ મંદિરમાં શૈલેષ છગનભાઈ ઉંધાડે હરિભક્ત બનીને આવેલા અને ભગવાનની સુવર્ણ તથા રજત તુલા કરવાનું મંદિરના કોઠારી સ્વામીને કહ્યું હતું . કોઈ સોની વેપારી હોય તો સોનુ-ચાંદી લઈ આવવા જે પૈસા થાય તે આપી દેવાનું કહીને કોઠારી સ્વામીએ ધારીના સોનાના વેપારી દિવ્યેશભાઈ સીધ્ધપુરાને સ્વામીનારાયણ મંદિર ખાતે બોલાવ્યા હતા. તે દરમિયાન શૈલેષ ઉંધાડે સોના-ચાંદીના દાગીનાની છેતરપિંડી કરી હતી. અમરેલી જિલ્લા પોલીસવડા હિંમકર સિંહના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એ.એમ.પટેલની રાહબરી નીચે ટીમે છેતરપિંડી કરનાર જેતપુરના થાણા ગાલોળના શૈલેષ છગનભાઈ ઉંધાડને બાતમીના આધારે ટેકનિકલ સોર્સ ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અમરેલીમાં પોક્સોના ગુનામાં ફરાર આરોપી 8 વર્ષે ઝડપાયો
રાજકોટ: અમરેલી એસપી દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ છે. ત્યારે વડીયાના પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં ગત 8 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. પોલીસ ચોપડે લિસ્ટેડ આરોપી કાળુ ડુંગરસિંહ અજનાર (મૂળ રહે, કુંદલવાસા અરડી ફળિયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)) હાલ રાજકોટ જિલ્લામાં આવેલા પડઘરીના ખીજડીયા ગામમાં રહેતો હતો. અમરેલી એલસીબીએ તપાસ કરતા ખીજડીયા ગામની માહિતી મળતા એલસીબી પી.આઈ. અલ્પેશ પટેલની ટીમ દ્વારા ખીજડીયા ગામમાંથી આ શખ્સને દબોચી લીધો હતો. આરોપી વિરૂદ્ધ વડીયા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયેલો હોવાને કારણે આરોપીને વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આરોપી ગત 8 વર્ષથી નાસતો-ફરતો હોવાથી અત્યાર સુધી કોણે-કોણે આશરો આપ્યો? ક્યાં-ક્યાં રહેતો હતો? અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? વગેરેની પૂછપરછ પોલીસ દ્વારા કરાશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top