National

પીએમ મોદી ફ્રાંસ પહોંચ્યા, ભારતીય સમુદાયના લોકોને મળ્યા

ફ્રાન્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ફ્રાંસની (France) બે દિવસની મુલાકાતે પેરિસ (Paris) પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પીએમ મોદીના સ્વાગત માટે હોટલની બહાર ખાસ કરીને ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બધા હાથમાં ભારતનો (India) ત્રિરંગો લઈને ઊભા હતા. પીએમ મોદીને તેમની વચ્ચે જોઈને ભારતીયોના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પહેલા ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ એરપોર્ટ પર ઉતર્યા. ઔપચારિક સ્વાગત. એરપોર્ટ પર વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને તેમનું સ્વાગત કર્યું હતું. પેરિસમાં વડા પ્રધાનના વ્યસ્ત શેડ્યૂલમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લેવાનો અને ફ્રેન્ચ નેતૃત્વ, ભારતીય ડાયસ્પોરા, સીઈઓ અને અગ્રણી હસ્તીઓ સાથેની વાતચીત સહિતની સંખ્યાબંધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ અગાઉ પેરિસ જતા પહેલા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની મુલાકાત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે. દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિસ્તરણ પર વડા પ્રધાન મોદીની મેક્રોન સાથેની વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર હોવાની અપેક્ષા છે. “હું રાષ્ટ્રપતિ મેક્રોનને મળવા અને આગામી 25 વર્ષોમાં આ લાંબા સમયની અને સમય-પરીક્ષણ ભાગીદારીને કેવી રીતે આગળ વધારવી તે અંગે વ્યાપક ચર્ચા કરવા માટે ઉત્સુક છું,” પીએમ મોદીએ કહ્યું કે તેમની ફ્રાન્સ મુલાકાત ખાસ છે કારણ કે તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ અથવા બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપશે.

PM મોદી 15 જુલાઈએ પેરિસથી અબુધાબી જશે
ફ્રાન્સની તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને વિશેષ અતિથિ તરીકે ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપશે. પીએમ મોદી ભારતીય સમુદાય, બંને દેશોના અગ્રણી સીઈઓ તેમજ ફ્રાન્સની અગ્રણી હસ્તીઓને પણ મળશે. પેરિસથી મોદી 15 જુલાઈના રોજ સત્તાવાર મુલાકાત માટે સંયુક્ત આરબ અમીરાતમાં અબુ ધાબી જશે.

Most Popular

To Top