Top News

પરગ્રહવાસીઓ પૃથ્વી પર અનેકવાર આંટા મારી જાય છે? અમેરિકા પાસે ગુપ્ત પુરાવા હોવાનો દાવો

વૉશિંગ્ટન, તા. ૨૨: જેને સામાન્ય લોકોની ભાષામાં ઉડતી રકાબી કહેવામાં આવે છે તે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાનું મજબૂત પુરાવાઓ સાથે સુચવતો અહેવાલ અમેરિકા પાસે છે અને આ અહેવાલોની કેટલીક વિગતો બિનવર્ગીકૃત કરવામાં આવી છે એટલે તેને સામાન્ય જનતાની જાણ માટે જાહેર કરી શકાય છે એમ અમેરિકાના એક ભૂતપૂર્વ વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ જણાવ્યું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જેઓ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેકટર હતા તે જોહન રેટક્લિફે જણાવ્યું છે કે નૌકા દળ અને હવાઇ દળના પાયલોટોએ આકાશમાં અનેક વખત યુફો ઉડતા જોયા છે. એવા કેટલાક બનાવો નોંધવામાં આવ્યા છે કે જ્યારે આવા યુફો કોઇ પણ સુપરસોનિક બૂમ વગર જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા હતા અને પાછા પણ ફરી ગયા હતા. આના પરથી એમ માનવામાં આવે છે કે અમુક પરગ્રહવાસીઓ પાસે એવી ટેકનોલોજી છે કે જેના કારણે તેઓ સરળતાથી કોઇ પણ સુપર સોનિક ધડાકા વિના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે અને પાછા પણ ફરી શકે છે. તેમની પાસે એવી ટેકનોલોજી છે જે માણસો પાસે નથી અને આ ટેકનોલોજી વડે તેઓ પૃથ્વીના વાતાવરણમાં સહેલાઇથી પ્રવેશે છે અને કોઇને ખબર પણ નહીં પડે તે રીતે પાછા ફરી જઇ શકે છે. પરગ્રહવાસીઓ જે વાહનમાં બેસીને પૃથ્વી પર આવતા હોવાનું કહેવાય છે તેમને અત્યાર સુધીમાં સ્પષ્ટપણે કોઇએ જોયા નથી તેથી તેમને અનફાઉન્ડ ઓબજેક્ટ્સ (યુફો) એવું નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના લશ્કરી પાયલોટોએ આવા કેટલાક યુફો જેવા દેખાતા સંદિગ્દ ઉડતા પદાર્થોની તસવીરો ખેંચી છે અને વીડિયો પણ ઉતાર્યા છે અને આ યુફોની ગતિવિધી જોઇને તેના પરથી અહેવાલો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી ડીક્લાસીફાઇડ કરવામાં આવેલ વિગતોને જાહેર જનતા માટે ખુલ્લી કરવા માટે ગયા વર્ષના ડીસેમ્બરમાં ૧૮૦ દિવસની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી અને તે મુજબ આ વિગતો પેન્ટાગોન અને ગુપ્તચર એજન્સીઓએ ૧ જૂન સુધીમાં જાહેર કરવી જોઇએ. આ વિગતો જાહેર કરવામાં આવે તે પ્રજાના હિતમાં છે એમ રેટક્લિફે કહ્યું હતું.

સુપરસોનિક બૂમ શું છે?

જ્યારે કોઇ પદાર્થ કે વસ્તુ બાહ્ય અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં અવાજ કરતા વધુ ઝડપે પ્રવેશે છે ત્યારે એક મોટો ધડાકો થાય છે જેને સુપરસોનિક બૂમ કહેવામાં આવે છે. એવો દાવો થયો છે કે કેટલાક યુફો સુપરસોનિક બૂમ વગર જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જણાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top