Gujarat

અમદાવાદમાં ખાડા ખોદયા પછી મનપા રસ્તો બનાવાનું ભૂલી ગઈ! લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

ગાંધીનગર: ગુજરાતનાં (Gujarat) ઘણાં જિલ્લાઓ મેધરાજાએ એન્ટ્રી આપી દીધી છે. વરસાદને (Rain) લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે ધણાં વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો પણ સર્જાયા છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઘણાં શહેરોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની ઘટના પણ સામે આવી છે.

અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં રસ્તાઓ પર મોતના કૂવાનું સર્જન થયું હોય તેવી ઘટના સામે આવી છે. AMCની લાપરવાહીનું જીવતુ જાગતુ ઉદાહરણ લોકો સામે પ્રસ્તૂત થયું છે.

અમદાવાદમાં દર ચોમાસામાં રસ્તા બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાલુ વર્ષમાં વોટર અને ડ્રેનેજના કામ માટે ખોદાણ કરવામાં આવ્યું હતું. જો કે વરસાદ શરૂ થયે આ ખાડોઓ ખોદયા પછી તેના પર રોડ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવી ન હતી.

AMCએ 70 જેટલા સ્થળો પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે ચોમાસું શરૂ થઈ ગયું હોય હજું ચેતવણી અંગેનાં એક પણ બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. જેથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી પાંચ દિવસ જ્યાં શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયે જો ખોદાણકામ કર્યું હોય તેવા રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ અને ત્યાંથી વાહન પસાર થાય તો રોડ બેસી જવાની પૂરી સંભાવના રહેલી છે.

વડોદરામાં પણ મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરાના રાવપુરામાં રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

Most Popular

To Top