Business

અકાસા એરની પહેલી ફ્લાઈ મુંબઈથી રવાના થઈ, ઝુનઝુનવાલાએ સરકારનો આભાર વ્યકત કર્યો

મુંબઈ: અકાસા એરે (Akasa Air) રવિવારથી તેની સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે. તેની પ્રથમ ફ્લાઇટ (Flight) મુંબઈ-અમદાવાદ માટે ઉડાન ભરી હતી, જેને ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ (Flag Off) કર્યું હતું. આ પ્રખ્યાત રોકાણકાર (Invester) અને સ્ટોક બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપની (Airline Company) છે. આ ફ્લાઈટ અને તેની અન્ય કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ (Booking) 22 જુલાઈથી શરૂ થઈ ગયું છે. તેનું પ્રારંભિક નેટવર્ક અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ અને કોચીમાં છે.

  • અકાસા એરની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી રવાના થઈ
  • અકાસા એરની કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ 22 જુલાઈથી શરૂ થઈ ગયું
  • રાકેશ ઝુનઝુનવાલાએ સરકારનો આભાર વ્યકત કર્યો

અકાસા એર માટે એરલાઇન કોડ QP છે. તેની 7 ઓગસ્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દર અઠવાડિયે 28 ફ્લાઈટ હશે. ત્યારબાદ, 13 ઓગસ્ટથી, એરલાઇન બેંગલુરુ અને કોચી વચ્ચે વધારાની 28 સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તમામ માટેની ટિકિટો તાત્કાલિક વેચાણ માટે ઉપલબ્ધ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝુનઝુનવાલાના બિઝનેસને એરલાઈન્સ દિગ્ગજ આદિત્ય ઘોષ અને વિનય દુબે જોઈ રહ્યા છે. એરલાઈન કંપનીને 7 જુલાઈના રોજ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી ઉડાન ભરવાની પરવાનગી મળી હતી. એક મહિના પછી એટલે કે રવિવારના રોજ પહેલી ફ્લાઈટ રવાના થઈ છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા એરપોર્ટ પર હાજર હતા.

રાકેશ ઝુનઝુનવાલાએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “સામાન્ય રીતે બાળકનો જન્મ 9 મહિનામાં થાય છે. અમને એરલાઈન્સ શરૂ કરવા માટે 12 મહિનાનો સમય લાગ્યો. જો અમને ઉડ્ડયન મંત્રાલય તરફથી સહકાર ન મળ્યો હોત તો આ બન્યું ન હોત. વિનય દુબે કે જેઓ અકાસા એરલાઈનના સ્થાપક અને સીઇઓ છે તેઓએ જણાવ્યું હતું કે, “અમે આખરે ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે સક્ષમ છીએ, જેના કારણે અમે અત્યંત ઉત્સાહિત છીએ. અમે અમારી પ્રોડક્ટ રજૂ કરવા માટે પણ ઉત્સાહિત છીએ જે આ કેટેગરીમાં અત્યાર સુધી અમે જે અનુભવ કર્યો છે તેનાથી વિપરીત હશે. અકાસાનો સ્ટાફ હૂંફથી ગ્રાહકોની સેવા કરશે. વધારામાં તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા તમામ ગ્રાહકને વિશ્વસનીય નેટવર્ક અને ટિકિટ સેવા પ્રદાન કરીશું.

Most Popular

To Top