National

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે, GRAPનો સ્ટેજ 3 લાગુ

નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણનું (Pollution) સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીમાં PM 2.5નું સ્તર શનિવારે 215 અને PM 10નું સ્તર 381 પર પહોંચી ગયું છે. સાંજે 6.30 વાગ્યે રાજધાનીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક 373 પર પહોંચ્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારની એર ક્વોલિટી કમિટીએ દિલ્હી-એનસીઆરના સરકારી અધિકારીઓને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કા હેઠળના નિયંત્રણોને તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. આ નિયંત્રણો બાંધકામ (Construction) અને ડિમોલિશન સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકશે. જો કે રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ, રેલવે અને મેટ્રો સહિત અન્ય આવશ્યક પ્રોજેક્ટ્સને આમાંથી મુક્તિ આપવામાં આવશે. દિલ્હીમાં હવાની ગુણવત્તા (Air Quality) ઘણી ખરાબ છે. આગામી ત્રણ દિવસમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની ધારણા છે. કહેવામાં આવી રહ્યું છે કે હવાની ગુણવત્તા 450થી વધુ પહોંચી શકે છે.

  • દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે
  • કેન્દ્ર સરકારની એર ક્વોલિટી કમિટીએ દિલ્હી-એનસીઆરના સરકારી અધિકારીઓને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કા હેઠળના નિયંત્રણોને તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો
  • આગામી ત્રણ દિવસમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની ધારણા

GRAP સ્ટેજ 3 માં કયા નિયંત્રણો છે
જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક 401 અને 450 ની વચ્ચે હોય ત્યારે સ્ટેજ 3 લાગુ થાય છે. આ અંતર્ગત જરૂરી પ્રોજેક્ટ સિવાય બાંધકામ, પ્લમ્બિંગ, ઈન્ટિરિયર ડેકોરેશનને લગતા કામો થઈ શકશે. જે ઉદ્યોગો પીએનજીથી ચાલતા નથી તેઓ સ્વચ્છ ઈંધણ અને બાયોમાસ ઈંધણનો ઉપયોગ કરીને સપ્તાહમાં પાંચ દિવસ ચલાવી શકશે. ઈંટના ભઠ્ઠા, હોક મિક્સ પ્લાન્ટ, સ્ટોન ક્રશર જે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરતા નથી તે બંધ રહેશે. એનસીઆરમાં ખાણકામ સંબંધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે. રાજ્ય સરકાર BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકી શકે છે.

ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ લાગી શકે છે
એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને NCRમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલવાળા ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકી શકે છે. દિલ્હીમાં 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક સાંજે 4 વાગ્યે 397 હતો. જે જાન્યુઆરી પછીનું સૌથી ખરાબ સ્તર છે. અગાઉ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સોમવારે 312, મંગળવારે 302, બુધવારે 271 અને ગુરુવારે 354 હતો.

એનસીઆરમાં ઈંટના ભઠ્ઠા, સ્ટોન ક્રશર, ખાણકામ પર પ્રતિબંધ
એનસીઆરમાં ઈંટના ભઠ્ઠા, સ્ટોન ક્રશર, ખાણકામ અને સંલગ્ન પ્રવૃત્તિઓ કે જે સ્વચ્છ ઊર્જા પર ચાલતી નથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CAQM એ કહ્યું કે દિલ્હી-NCRમાં રાજ્ય સરકારો BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલવાળા ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકી શકે છે.

વાયુ પ્રદૂષણમાં સતત વધારો થવાને કારણે દિલ્હી તેમજ NCR શહેરોમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. દિવાળીના દિવસથી દિલ્હી-એનસીઆરમાં બગડેલી સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. આની પાછળ ફટાકડા ફોડવા અને પરાળ સળગાવવા ઉપરાંત હવામાનની સ્થિતિને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

Most Popular

To Top