Entertainment

ખેડુત આંદોલનને વિદેશથી સમર્થન મળતા સરકારના ટેકામાં અજય દેવગણ અને અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર અજય દેવગણ ( AJAY DEVGAN) અને અક્ષય કુમાર ( AKSHAY KUMAR) બંનેએ પ્રતિક્રિયા આપી હતી.. અજય દેવગને તેના ચાહકો અને લોકોને અપીલ કરી છે કે ‘ભારત અથવા ભારતીય નીતિઓ સામે દોષી બનાવવામાં આવી રહેલા આ ખોટા પ્રચારમાં ન આવો’. આ સાથે જ અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે કે આપણી વચ્ચે અંતર સર્જતા અવાજો પર ધ્યાન ન આપો. આ ટ્વીટ્સ બાદ બોલીવુડ સ્ટાર્સ પણ #IndiaTogether #IndiaAgainstPropaganda જેવા હેશટેગ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

પોતાના ટ્વિટમાં અજય દેવગને કહ્યું, ‘ભારત કે ભારતીય નીતિઓ વિરુદ્ધ તૈયાર કરવામાં આવી રહેલા આ ખોટા પ્રચારમાં ન આવો. તે મહત્વપૂર્ણ છે કે આ સમયમાં આપણે સાથે ઊભા રહીએ. બીજી તરફ અક્ષય કુમારે વિદેશ મંત્રાલયના નિવેદનની રીટવીટ કરતા કહ્યું કે, ‘કિસાન આપણા દેશનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અને તેમની સમસ્યા હલ કરવાના પ્રયત્નો પણ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં અંતર બનાવતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એકબીજા સાથે સમાધાન કરીને એકબીજાને ટેકો આપો.

અભિનેતા સુનિલ શેટ્ટી ( SUNIL SHETTY) એ પણ વિદેશ મંત્રાલયના નિવેદનને રિટ્વીટ કરીને ટિવટ કર્યું હતું કે ‘આપણે કોઈ પંણ વાતની આખી બાજુ જોવી જોઈએ કારણ કે અડધી માહિતીથી ખતરનાક બીજું કંઈ નથી.’ અનુપમ ખેર (ANUPAM KHER) ટ્વિટ કર્યું છે, ‘આપણા દેશની આંતરિક બાબતોમાં દખલ કરનારા કેટલાક વિદેશી લોકો માટે આ શેર છે … રિંધે ખરાબ ખાલ જાહિદ ના છેડ તું, તુઝકો પરાઈ ક્યાં પડી અપની નબેડ તું ..

બોલીવૂડના આ બધા સ્ટાર વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સેલિબ્રિટીઝને કોઈ પણ વિષય પર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ કે તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી.

ખેડૂત વિરોધ પ્રદર્શનને 2 મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદા અંગે કોઈ વાત થઈ નથી. સરકાર પીછેહઠ કરવા તૈયાર નથી. તે જ સમયે ખેડૂતોનું કહેવું છે કે તેઓ તેમના હક લેવાનું ચાલુ રાખશે. હિમાંશી ખુરાના, સોનુ સૂદ, દિલજીત દોસાંઝ, સ્વરા ભાસ્કર સહિત અનેક હસ્તીઓ આ આંદોલનને સમર્થન આપી રહી છે. પરંતુ સોમવારે આ મામલે કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ટ્વીટ કર્યું હતું, જેના પછી બોલિવૂડ સ્ટાર્સ એકતા સાથે ભારતની સાથે ઉભા જોવા મળે છે.પોપ સિંગર રિહાનાએ ખેડૂતના સમર્થનમાં ટ્વીટમાં પૂછ્યું, ત્યારબાદ કંગના રાનાઉતે ( KANGNA RANAUT) તેમને ટ્વિટર પર ઘણી ખરી ખોટી સંભળાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top