National

ગોધરાકાંડનાં દોષિતને 17 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં એક દોષિતને જામીન આપ્યા છે જેમાં 59 લોકોના મોત થયા હતા. દોષિત ફારૂકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. ગુજરાત સરકારના ભારે વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા હતા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને તેઓ મરી જાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. તેથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ પછી જાન્યુઆરીમાં સમાન કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.

આ હતી સમગ્ર ઘટના
સાબરમતી એક્સપ્રેસને 2002માં આગ લગાડવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરા સ્ટેશન પર ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં 59 કાર સેવકો દાઝી ગયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયા હતા.

આ કેસ હતો ફારૂક પર
દોષી ફારૂક પર પથ્થરમારો અને હત્યાનો કેસ સાબિત થયો હતો, જેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવાનો આદેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફારુકની જામીન અરજીનો વિરોધ કરતા, ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેના પર માત્ર પથ્થરબાજીનો આરોપ નથી, પરંતુ તે એક જઘન્ય ગુનો હતો. કારણ કે લોકોને પથ્થરમારો કરીને સળગતી ટ્રેનમાંથી બહાર નીકળવા દેવાયા ન હતા. છેલ્લી સુનાવણીમાં પણ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દોષિતોના જામીનનો વિરોધ કર્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ ગુજરાત સરકારે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી, આ જ કારણસર સળગતા મુસાફરો સળગતી ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સાબરમતી એક્સપ્રેસની સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા અંદર જઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જઘન્ય અપરાધમાં સામેલ આ તમામ દોષિતોમાં ઘણા પથ્થરબાજો પણ હતા. તેણે લાંબો સમય જેલમાં વિતાવ્યો છે. તેથી આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર મુક્ત કરી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ દરેક દોષિતોની ભૂમિકાની તપાસ કરશે. સરકાર એ પણ જોશે કે શું આ સ્થિતિમાં કેટલાક લોકોને જામીન પર મુક્ત કરી શકાય છે? સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

Most Popular

To Top