Business

એકાએક અદાણીના શેર્સની કિંમતમાં જબરજસ્ત ઉછાળો

નવી દિલ્હી: અદાણી ગ્રૂપની (Adani Group) લગભગ તમામ કંપનીઓના શેરમાં (Share) સતત ઘટાડાથી મંગળવારે બ્રેક લાગી હતી. અદાણી વિલ્મરથી (Adani Wilmar) લઈને અદાણી પોર્ટ (Adani Port) સુધી તમામ શેરમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અદાણીના શેરમાં થયો આટલો ઉછાળો
સૌ પ્રથમ તો ગૌતમ અદાણીની કંપનીઓના અદાણીના શેરમાં થયેલા વધારાની વાત કરીએ. 7 જાન્યુઆરી મંગવાળ શેર માર્કેટ ખુલતા જ સવારે 10.00 વાગ્યા સુધી અદાણી વિલ્મર લિમિટેડ 4.99 ટકા વધીને રૂ. 398.90 પર પહોંચી ગઈ હતી. અદાણી ગ્રીન એનર્જી લિ. રૂ. 931.05, 4.72 ટકા વધીને, જ્યારે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ રૂ. 5 ટકા વધીને રૂ. 1,319.25 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ ઉપરાંત અદાણી પોર્ટ્સ રૂ. 8.99 ટકા વધીને રૂ. 594.50 પર, અંબુજા સિમેન્ટ 3.34 ટકા વધી રૂ. 392.45 પર અને ACC લિમિટેડ 3.12 ટકા વધીને રૂ. 2,031.05 પર ટ્રેડ કરી રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર, જેણે છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ નુકસાન સહન કર્યું હતું, પરંતુ આજે માર્કેટ ખુલ્યા બાદ તરત જ 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 1,887.20ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, અદાણી પાવર લિમિટેડના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે કારોબાર વધતાં લીલા નિશાને પહોંચ્યો હતો.

હિંડનબર્ગના રિપોર્ટના લીધે ભાવ તૂટ્યા હતા
તમને જણાવી દઈએ કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટના પ્રકાશન બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર 66 ટકા તૂટ્યા છે. આ સાથે, જૂથના માર્કેટ કેપમાં પણ $117 બિલિયનનો ઘટાડો થયો છે અને ગૌતમ અદાણી સોમવારે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી 22માં સ્થાને આવી ગયા છે. આ મુશ્કેલીના સમયમાં મંગળવારે અદાણીના શેરમાં જોરદાર ઉછાળો રાહત આપનારો છે.

અદાણી ગ્રુપે આ મોટી જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે છેલ્લા 14 દિવસથી સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અદાણી ગ્રૂપે સોમવારે તેના ગીરવે મૂકેલા શેરને સમય પહેલાં રિડીમ કરવાની જાહેરાત કરી હતી. આ માટે કંપની 9,185 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. આ સમાચારની અસર મંગળવારે ગ્રુપ કંપનીઓના શેર પર જોવા મળી રહી છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનની સર્કિટ લિમિટને 5 ટકા કરી છે.

Most Popular

To Top