Business

અદાણી પરિવારના ઘરે ખુશીઓની દસ્તર, નાના છોકરા જીતની થઈ સગાઈ

નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) હાલ તો હિડનબર્ગ રિપોર્ટના કારણે ચર્ચામાં ચાલી રહ્યું છે. એક તરફ તણાવનો માહોલ તો એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. ગૌતમ અદાણીના નાના છોકરા જીત અદાણીની એક હીરા કારોબારીની છોકરી દીવા જૈમિન શાહ સાથે સગાઈ થઈ છે. જો કે તેઓના લગ્ન કયારે લેવાશે તે અંગેનો ખુલાસો થયો નથી.

જાણકારી મળી આવી છે કે ગૌતમ અદાણીના નાના છોકરા જીત અદાણીની સગાઈ 12 માર્ચ 2023 એટલે કે રવિવારના રોજ અમદાવાદમાં દિવા જૈમિન શાહ સાથે થઈ હતી. આ સગાઈમાં બંને પરિવારના નજીકના સભ્યો તેમજ મિત્રો હાજર રહ્યાં હતા. અદાણી પરિવારની થનારી નાની વહૂ દીવા સી. દિનેશ એન્ડ કો. પ્રા. લિ.ના માલિક જૈમિન શાહની પુત્રી છે.

જણાવી દઈએ કે ગૌતમ અદાણીના બે પુત્રો છે. કરન અદાણી અને જીત અદાણી જીતની વાત કરીએ તો તેનો જન્મ 7 નવેમ્બર 1997નાં રોજ થયો હતો. જીત તેમજ કરન બંનેએ વિદેશથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. જીત પણ તેના પિતા અને ભાઈની જેમ બિઝનેસ સંભાળી રહ્યો છે. તે 2019થી અદાણી ગ્રુપ સાથે જોડાઈ ગયો હતો. 2022માં તેની અદાણી ગ્રુપના પ્રેસીડેંટના રુપે નિયુકિત કરવામાં આવી હતી.

અદાણી ગ્રુપનો દેશ વિદેશમાં મોટો કારોબાર છે. આ ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. અદાણી ગ્રુપ મોટેભાગે બંદરો, તેલ અને ગેસની શોધ, વીજળીનું ઉત્પાદન, કોલસાનો વેપારનો કારોબાર કરે છે.

ગૌતમ અદાણીના મોટા છોકરા કરનની વાત કરીએ તો વર્ષ 2013માં તેના લગ્ન દેશના ઓળખીતા કોર્પોરેટર વકીલ સિરિલ શ્રોફની છોકરી પરિધિ સાથે થયા હતા. તેઓના લગ્નમાં દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી . જણાવી દઈએ કે કરન હાલ અદાણી પોર્ટ એન્ડ સેજ લિમિટેડમાં CEOના પદ પર છે.

Most Popular

To Top