Entertainment

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વહિદા રહેમાનને મળ્યો ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’

નવી દિલ્હી: વહીદા રહેમાન(Vahida Rehman) ભરત નાટ્યમમાં(Vahida Rehman0 પ્રશિક્ષિત નૃત્યાંગના(Trained Dancer) છે. તેથી તેઓ સ્ટેજ પ્રોગ્રામ(Stage Programs) કરતા હતા. અહીંથી જ તેઓને સિલ્વર સ્ક્રીન(Silver Screen) પર જોવાની પહેલી તક(Chance) મળી હતી. આજે વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી(DadaSaheb Falke Award) સન્માનિત(Honord) કરવામાં આવ્યા છે.

જ્યારે એનડીટીવીના પ્રશાંત સિસોદિયાએ તેમની સાથે વાત કરી હતી, ત્યરે તેમને પૂછવામાં આવ્યું હતું કે આ સન્માન તેમના માટે શું મહત્વ ધરાવે છે? તો તેઓએ કહ્યું હતુ કે, જ્યારે પણ તેમને કોઈ એવોર્ડ મળે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે. ‘હું ખૂબ જ ખુશ છું…ખૂબ આભારી છું…કે મારા ચાહકો, IB મંત્રાલય, અનુરાગ ઠાકુર જી…બધા મને મળ્યા અને મને આ એવોર્ડ આપ્યો.’

તમને જણાવી દઈએ કે જ્યારે નારી શક્તિ અધિનિયમ પસાર થયો હતો ત્યારે વહીદા રહેમાનને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. આજે વહીદા રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસર પર તેઓ ક્રીમ કલરની સાડી પહેરીને આવ્યા હતા અને તેઓ ખૂબ જ ભાવુક પણ દેખાયા હતા.

85 વર્ષીય વહીદા રહેમાનને 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વહીદા રહેમાન પોતાના સમયના જાણીતા અભિનેત્રી રહ્યાં છે. ગાઈડ, પ્યાસા, કાગઝ કે ફૂલ અને ચૌધવી કા ચાંદ તેમની લોકપ્રિય ફિલ્મો છે. આ પહેલા વહીદા રહેમાનને પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ પહેલા રેડ કાર્પેટ ઉપર વહીદા રહેમાને કહ્યું હતું કે તેઓ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવીને રોમાંચિત અને ખુબ જ ખુશ છે. વધુમાં તેમણે યુવા ચાહકોને તેમના દિલની વાત સાંભળવા કહ્યું હતું. એવોર્ડ સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો.

69માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આર માધવનને ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ માટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. એક્ટર પંકજ ત્રિપાઠીને ફિલ્મ ‘મિમી’માં તેમના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

Most Popular

To Top