National

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈ આપ ના ધારાસભ્યએ આપી સરકારને ચેતવણી

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Vista Project) બનાવવાની દરખાસ્ત કરી ત્યારથી, પર્યાવરણવિદથી લઈને ઇતિહાસકારો અને સમાજના જુદા જુદા વર્ગના બૌદ્ધિકો માટે આ પ્રોજેક્ટ નિશાના પર છે. આ અંગે હવે આમ આદમી પાર્ટી ( aam admi party) ના દિલ્હીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે એક ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકારને એક પ્રકારની ચેતવણી આપી છે.

દિલ્હી વકફ બોર્ડ ( Delhi Waqf Board ) ના અધ્યક્ષ અમાનતુલ્લાહ ખાને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ( pm narendra modi) પત્ર લખીને ખાતરી માંગી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને કારણે કોઈ પણ મસ્જિદને નુકસાન પહોચડવામાં આવશે નહીં. ઓખલાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખાને પત્રમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રોજેક્ટને કારણે કેટલીક મસ્જિદો ( mosque) તોડી પાડવામાં આવી શકે છે.

તેમણે ટ્વિટ કર્યું, “સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને કારણે માનસિંહ રોડ પર જબતા ગંજ મસ્જિદ, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન મસ્જિદ અને કૃષિ ભવન મસ્જિદને નુકસાન થઈ શકે છે. આ સંદર્ભમાં, અમે વડા પ્રધાન કાર્યાલય અને હરદીપસિંહ જી સાથે ચર્ચા કરીશું. આ મસ્જિદોને થતા નુકસાનને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના મોટા નેતાઓમાંના એક અમાનતુલ્લા ખાન ઘણા પ્રકારના નિવેદનોના કારણે આ પહેલા પણ વિવાદોમાં રહે છે. તેમની સામે ઘણા કેસો પણ ચાલી રહ્યા છે. આ હોવા છતાં, અમાનતુલ્લાહ ખાને વર્ષ 2015 માં પણ આ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. આ પછી, તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં એક લાખથી વધુ મતો મેળવીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર બ્રહ્મ સિંહને હરાવી હતી. દિલ્હીની વિધાનસભા ચૂંટણી 2020 ની આ સૌથી મોટી જીત છે.

Most Popular

To Top