Madhya Gujarat

દાહોદના એક મહિલાના પર્સમાંથી રૂ.50 હજાર કાઢી લઇ ગઠિયો ફરાર થઇ ગયો

દાહોદ: દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતેથી એક મહિલાના પર્સમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રોકડા રૂા. ૫૦,૦૦૦ સેરવી લેતાં વિસ્તારમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. દાહોદ શહેરમાં ખિસ્સા કાતરૂ સહિત તડફંચી કરતાં ગઠીયાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. ભીડભાડવાળી જગ્યાએ આવા ગઠીયાઓ પોતાનો કસબ અજમાવી રોકડ સેરલી લેતાં હોય છે ત્યારે ગત તા.૩૦મી મેના રોજ આરતીબેન સુભાષભાઈ ભુરીયા (રહે. અંતરવેલીયા, પ્રતાપપુરા ફળિયા, તા. ઝાલોદ, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ના દાહોદ ખાતે આવ્યાં હતાં અને તેઓ દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે ઓમ હોસ્પિટલ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી આરતીબેનના પર્સમાં મુકી રાખેલ ૫૦૦ના દરની કુલ ૧૦૦ નોટોનું બંડલ કિંમત રૂા. ૫૦,૦૦૦ની નજર ચુકવી ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે આરતીબેન સુભાષભાઈ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top