Charchapatra

નબળી સ્ત્રીને દુર્ગા બનાવવાનું શીખવાડવું પડશે

દર વર્ષે આપણે ‘વિશ્વ મહિલા દિન’ ઉજવતા આવ્યા છીએ. ફક્ત એક દિવસ પ્રવચનોનો પ્રવાહ વહેવડાવી કે પ્રોત્સાહિત પ્રસંગ ઊભા કરી સ્ત્રીશક્તિને વેગ ન આપી શકાય. સમાજની દરેક વ્યક્તિએ સ્ત્રીનું સન્માન, અધિકાર કે હક જળવાઈ રહે તેની સતત કાળજી રાખવી પડે. પણ આપણી સમાજવ્યવસ્થા એવી છે કે પુરુષોનું પ્રતિનિધત્વ સ્વીકારવું પડે છે. કેટલીક માન્યતાઓ અને જંજીરોમાંથી હજુ તેને મુક્તિ નથી મળી. આજે સ્ત્રી ‘સ્પેસ’ માં પહોંચી છે, પણ સમાજમાં ‘સ્પેસ’ બનાવવા વલખાં મારવાં પડે છે. ‘હંમેશા તેની આડે પુરુષ નામનું ‘પાંદડુ’ આવે છે. સ્ત્રી સશક્તિકરણ માટે ખરેખર તો સમાજની ‘સક્ષમ’ સ્ત્રીઓએ આગળ આવવાની જરૂર છે. સ્ત્રીની પડખે ભાગ્યે જ સ્ત્રી ઊભી હોય….! સ્ત્રી સશક્ત તો છે જ! હવે સમય થયો છે તેને જાગૃત કરવાનો! નબળી સ્ત્રીઓને ‘દુર્ગા’નું સ્વરૂપ શીખવાડવું પડશે. સ્ત્રીઓએ ક્યારે સહનશીલતાની મૂર્તિ બનવું કે ઝાંસીની રાણી જેવું શૌર્ય ક્યારે બતાવવું તે સમજાવવું પડશે. કેટલીક સ્ત્રી પ્રતિભાઓ નવી કેડી કંડારવાનો પ્રયાસ કરે જ છે. આ ‘સક્ષમ’ પ્રતિભાશાળી સ્ત્રીઓએ વધુ ‘ક્ષમતા’ બતાવી સ્ત્રી સશક્તિકરણને મજબૂત બનાવવું પડશે. નહિ તો.. ફરી થશે એક વખત ‘મહિલા દિન’ની ઉજવણી…!! પણ પછી ઠેરનું ઠેર…
સુર      – જ્યોતિ ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કૂતરાઓને કારણે બાળકો બહાર રમતાં બંધ થયાં
કૂતરાં કરડવાથી કેટલાંક નાનાં બાળકના જાન ગયા. સોસાયટીમાં ફરવાનું, છોકરાઓને રમવાનું પણ વિચારે તો ધ્રૂજી ઊઠે છે. ખસીકરણ કરાવીએ પણ આનાથી શું કૂતરાં કરડતાં બંધ થઇ જશે? અરે દરેક સોસાયટી પાસે માહિતી મંગાવો ને, જેટલાં કૂતરાંઓ કરડતાં હોય અને ભયજનક હોય તેને પાંજરામાં પૂરી દો. સોસાયટીના કૂતરાંઓને કારણે સવારે ચાલવા જવાનું બંધ થઇ ગયું છે. અમુક એરિયામાંથી જવાનું મુશ્કેલ થઇ ગયું છે. ભાઇ મારા, આ વિશે એકદમ કડક કાયદો લાવીને રખડતાં કૂતરાંને હટાવી લો.
સુરત      – સ્વાતિ અને તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top