એક શિક્ષક ધારે તો શું કરી શકે, તેનું જવલંત ઉદાહરણ

મહાન વિચારક ચાણકયે કહ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહિં હોતે… આધુનિક સમયમાં યાંત્રિક ઉપકરણો થકી બહુધા દુષિત થયેલ યુવા માનસને સન્માર્ગે વાળવાનું કામ હજુ પણ શિક્ષક જ કરી શકે એ વિચારને સાર્થક કરી બતાવ્યું છે મહારાષ્ટ્રના શિક્ષક શ્રી રણજીતસિંહ દેશાએ (પરિતેવાડી પ્રા. શાળા, સોલાપુર) એ વિશ્વના ૧૪૦ જેટલા દેશોના ૧૨૦૦ જેટલા વિચક્ષણ શિક્ષકોને પાછળ રાખીને દસ લાખ અમેરિકન ડોલર જૂન ૨૦૨૦ નું લંડન ખાતે યોજાયેલને શિક્ષણનો ગ્લોબલ પ્રાઇઝ-ઇનામ અંકે કરીને અંતિમ ચરણમાં આવેલા વિશ્વના બેસ્ટ નવ ફાયનાલિસ્ટ શિક્ષકોને રૂા. સાત કરોડ ત્રીસ લાખના મળતા પુરસ્કારમાંથી અડધી રકમ આ નવ શિક્ષકોને આપવાની જાહેરાત કરી આપી દીધા.

એમણે પોતાના ગામમાં નાની નાની બાળાઓને  પરણાવી દેવાની કુપ્રથા સામે અવાજ ઉઠાવ્યો ને આ કુરિવાજ બંધ કરાવીને જ રહ્યા. મહારાષ્ટ્ર – કર્ણાટકની સરહદે ગામના લોકો કન્નડ ભાષા જ બોલતા એઓ તો મરાઠીભાષી, છતાં કન્નડ ભાષા શીખી પાઠયપુસ્તકોનું ભાષાંતર કરી અનેક નવતર પ્રયોગો કરી કન્યાઓને સો – ૧૦૦ ટકા હાજરી આપતી કરી દીધી. એમણે પાઠય પુસ્તકોમાં અપનાવેલ કયુ.આર. કોડના વિચારને ભારત સરકારે અપનાવી ‘‘ઇનોવેટિવ રીસર્ચર ઓફ ધી ઇયર’’ જૂન ૨૦૧૬ આપ્યો. વલ્ડબેંકે પણ આ વિશિષ્ટ કામગીરીની  પ્રેરક નોંધ લઇ શિક્ષક – નિરીક્ષક તરીકે એમની પસંદગી કરી.ઉગતી પેઢી માટે શિક્ષકનું કામ, એક પરિવર્તક, પરિવ્રાજકનું છે.
જહાંગીરપુરા  – ભગુભાઇ પ્રે. સોલંકી   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts