National

દાઉદ ઈબ્રાહિમ પર આટલા રૂપિયાનું ઈનામ જાહેર કરાયું

નવી દિલ્હી (New Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન(Underworld Don) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) પર 25 લાખ રૂપિયાનું ઈનામ (Reward) જાહેર કર્યું છે. તપાસ એજન્સીએ દાઉદના ઓપરેટિવ્સ (Operatives) પર ઈનામ પણ રાખ્યું છે. NIAએ આ વર્ષે 3 ફેબ્રુઆરીએ FIR નોંધી હતી. જેમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, અનીસ ઈબ્રાહીમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ સામે હથિયારોની દાણચોરી, નાર્કો ટેરરિઝમ, અંડરવર્લ્ડ ક્રિમિનલ સિન્ડિકેટ, મની લોન્ડરિંગ ઉપરાંત ખોટી રીતે જમીન પડાવી લેવાનાં આરોપો છે.

દાઉદના ઓપરેટિવ્સ પર ઈનામ જાહેર
આ સિવાય FIRમાં જૈશ અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનો પણ ઉલ્લેખ છે. હવે NIAએ આ મામલામાં આ તમામ કુખ્યાત આતંકવાદીઓ પર ઈનામ જાહેર કર્યું છે. દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા જ્યારે અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

દાઉદનો અડ્ડો કરાચીમાં
દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં કરાચીને પોતાનો અડ્ડો બનાવ્યો છે. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટો સિવાય ભારતમાં ઘણી આતંકવાદી ગતિવિધિઓ પાછળ દાઉદનો હાથ છે. 2003 માં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેના પર $25 મિલિયન ઇનામની જાહેરાત કરી. હાફિઝ સઈદ, મૌલાના મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન, અબ્દુલ રઉફ અસગરની સાથે દાઉદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક છે.

NIAની કાર્યવાહી ચાલુ
મે મહિનામાં NIAએ D કંપનીના બે સહયોગીઓની મુંબઈમાંથી ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ડી-કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ટેરર ​​ફાઇનાન્સિંગમાં સામેલ હતા. આ ઉપરાંત, તે શકીલ શેખ ઉર્ફે છોટા શકીલનો નજીકનો સાથી છે, જે પાકિસ્તાનમાંથી આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટ ચલાવે છે અને ભારતમાં ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મે મહિનામાં જ NIAએ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ, ડ્રગ પેડલર્સ અને હવાલા ઓપરેટરો સાથે જોડાયેલા એક ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમોએ નાગપાડા, ભેંડી બજાર, મઝગાંવ, પરેલ, માહિમ, સાંતાક્રુઝ, કુર્લા, ગોરેગાંવ, બોરીવલી, મુંબ્રા (થાણે) અને મુંબઈ અને થાણેના અન્ય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

Most Popular

To Top