( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 24.13 મી.મી. વરસાદ નોંધાયો છે. સીઝનનો કુલ વરસાદ સરેરાશ 73.5 મી.મી. થયો છે.

વડોદરા જિલ્લામાં મેઘમહેર થતા છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા નગરજનોએ રાહત અનુભવી હતી. મધરાત્રીએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવલીમાં સૌથી વધુ 39 મી.મી. વરસાદ પડ્યો. મોડી રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન 21 મીમી. અને સીઝનનો કુલ વરસાદ 78 મી.મી., ડભોઈમાં 36 મી.મી વરસાદ સાથે બીજા ક્રમે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 26 મી.મી. સીઝનનો કુલ વરસાદ 65 મી.મી., ડેસર 35 મી.મી વરસાદ. સીઝનનો કુલ વરસાદ જિલ્લામાં સૌથી વધુ 141 મી.મી., વાઘોડિયા 23 મી.મી વરસાદ. સીઝનનો કુલ 50 મી.મી., વડોદરા શહેરમાં 20 મી.મી. વરસાદ. સીઝનનો કુલ 37 મી.મી., કરજણ 17 મી.મી. વરસાદ. સીઝનનો કુલ7 39 મી.મી.,પાદરા 14 મી.મી. વરસાદ. સીઝનનો કુલ 82 મી.મી., સિનોર સૌથી ઓછો 9 મી.મી. વરસાદ.સીઝનનો કુલ 96 મી.મી.,. મોટાભાગના તાલુકાઓમાં વરસાદ બપોરે 12 થી સાંજે 4 અને મોડી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા દરમિયાન નોંધાયો છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં વરસાદનું પ્રમાણ શૂન્ય રહ્યું હતું.