Business

ગ્રામીણ સંસ્કૃતિ અને આધુનિકતાનોઅદભૂત સંગમ ધરાવતું ગણદેવી તાલુકાનું ગામ : નાંદરખા

બીલીમોરા-ચીખલી સ્ટેટ હાઇવે પર આવેલું ગણદેવી તાલુકાનું નાંદરખા ગામ આજે આસપાસના વિસ્તારો માટે વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની ઊભર્યું છે. ભૌગોલિક રીતે એક તરફ ચીખલી અને બીજી તરફ બીલીમોરા શહેરને જોડતા સ્ટેટ હાઇવેની લગોલગ સ્થિત હોવાને કારણે ગામને બસ\R, ટ્રેન તેમજ હાઇવેની સુવિધાસભર કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે. આશરે ૧૨૬૫ મકાનો અને ૩૧૧૨ની વસતી ધરાવતું આ ગામ ખેતી\R, ઉદ્યોગ અને આધુનિક માળખાકીય સુવિધાઓના બળે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નાંદરખા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો છે. ગામની સરહદ નજીક આવેલા કેસલી ગામ ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આકાર લઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જમીન આપનારા સ્થાનિક ખેડૂતોને સરકાર તરફથી મળેલા ઊંચા વળતરે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી છે\R, જેના કારણે ગામમાં સમૃદ્ધિનું નવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
નાંદરખા ગામ ૧૦ સુંદર ફળિયાં અને સોસાયટીઓમાં વહેંચાયેલું છે. જેમાં ઘાંચીવાડ ફળિયા\R, ઉગમણા ફળિયા\R, મંદિર ફળિયા\R, વાંઝરી ફળિયા\R, પટેલ ફળિયા\R, માહ્યાવંશી મહોલ્લો\R, વચલા ફળિયા\R, રોડ મહોલ્લો\R, પ્રમુખ ખુશ્બુ સોસાયટી અને ઉંટડી ફળિયાનો સમાવેશ થાય છે. ગામના વિવિધ વિસ્તારોમાં વિકાસનાં કાર્યો સમાન રીતે પહોંચ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. ગામના સરપંચ તરીકે ચંદ્રકાંત લખુભાઈ પટેલ (ચોથી ટર્મ) સેવા આપી રહ્યા છે\R, જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે સરોજબેન પટેલ કાર્યરત છે. તલાટી કમ મંત્રી સેજલબેન પટેલ તેમજ તમામ ૧૦ વોર્ડના સભ્યોના સહયોગથી ગામમાં નોંધપાત્ર વિકાસકાર્યો હાથ ધરાયાં છે. ગામના તમામ આંતરિક માર્ગો ડામરથી સુસજ્જ બનાવવામાં આવ્યા છે\R, જેના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બની છે. ગામમાં આશરે ૨૫ જેટલા બોરિંગ કાર્યરત છે અને કેન્દ્ર સરકારની \R‘નળથી જળ\R’ યોજના હેઠળ ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત ૧૩૦થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. વિધવા સહાય સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ ગામના પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આમ\R, આધુનિક સુવિધાઓ\R, મજબૂત માળખાકીય વિકાસ\R, કૃષિ અને ઉદ્યોગના સમન્વય સાથે નાંદરખા ગામ આજે સમગ્ર વિસ્તારમાં વિકાસના રોલ મોડેલ તરીકે ઓળખ ઊભી કરી રહ્યું છે.\R ગામમાં શિક્ષણ અને સ્વચ્છતા ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગામમાં સ્વચ્છતા અભિયાનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે સ્વચ્છ અને સુંદર વાતાવરણ સર્જાયું છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. ગ્રામજનોની એકતા, લોકભાગીદારી અને પંચાયતની વિકાસલક્ષી કાર્યશૈલીના કારણે નાંદરખા ગામ સમગ્ર નવસારી જિલ્લામાં અન્ય ગામો માટે ઉમદા છાપ છોડી રહ્યું છે.

​આજના આધુનિક યુગમાં પરંપરાગત ખેતીની સાથે સમય સાથે કદમ મિલાવીને કેવી રીતે આગળ વધી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ નાંદરખા ગામે પૂરું પાડ્યું છે. ગામના પ્રગતિશીલ ખેડૂતોએ આંબા કલમ, ચીકુ, ડાંગર, શેરડી અને વિવિધ શાકભાજીની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને આર્થિક રીતે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે. ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ ગામ અગ્રેસર છે, જ્યાં ૧૦૦ જેટલા પશુપાલકો ગામમાં જ આવેલી મહિલા સંચાલિત દૂધડેરીમાં દૂધ જમા કરાવીને નિયમિત આવક મેળવી રહ્યા છે. ગામની આ પ્રગતિ માત્ર કૃષિ ક્ષેત્ર પૂરતી સીમિત નથી. નાંદરખા ગામમાં આવેલી બીપીકો કંપની તેમજ નજીકમાં આવેલી બીલીમોરા આંતલિયા જીઆઇડીસી ઉદ્યોગોના કારણે સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની સુવર્ણ તકો સાંપડી છે. આટલું જ નહીં ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ગામમાં બબ્બે આઇટી કંપનીઓ પણ સફળતાપૂર્વક કાર્યરત છે. આમ, ખેતી, પશુપાલન અને અદ્યતન ઉદ્યોગોના ત્રિવેણી સંગમ સમાન નાંદરખા ગામ આજે અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે વિકાસ અને આત્મનિર્ભરતાનું એક પ્રેરણાદાયી મોડેલ બન્યું છે.
‘નાંદરખા’ નામ પાછળની લોકવાયકા
​બે સદી અગાઉ બીલીમોરામાં સાપુરશા શેઠ નામના પ્રતિષ્ઠિત પારસી સદગૃહસ્થ રહેતા હતા. તેમની માલિકીની આ વિસ્તારમાં વિપુલ જમીન હતી. સાપુરશા શેઠના બે દીકરા હતા. નાદીરશા અને નરીમાન. લોકવાયકા મુજબ આ બે દીકરાઓનાં નામ પરથી જ કાળક્રમે આ ગામનું નામ ‘નાંદરખા’ પડ્યું હતું.
દીપડા પકડાવાની ઐતિહાસિક ઘટના


નાંદરખા ગામે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન વનવિભાગ અને સ્થાનિકો માટે એક અદભૂત ઘટના નોંધાઈ હતી. ગામના ઉગમણા ફળિયામાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મ નજીક ગોઠવાયેલા પાંજરામાં એક પછી એક એમ કુલ ૬ દીપડા પાંજરે પુરાયા હતા. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની ખાસ વાત એ હતી કે તમામ ૬ દીપડાને આકર્ષી પાંજરે પૂરવામાં એક જ સફેદ રંગનો બ્રોઈલર મરઘો ‘હીરો’ સાબિત થયો હતો, જે સુરક્ષિત રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાંદરખા ગામમાં વ્યાપક ખેતી, શેરડીનાં ખેતરો અને તળાવને કારણે ફેલાયેલી ઠંડક વન્યજીવો માટે સાનુકૂળ આશ્રયસ્થાન પૂરું પાડે છે. આ કુદરતી વસવાટને લીધે જ અહીં દીપડાની અવરજવર વધુ રહે છે, જેને પગલે વનવિભાગે આ સફળ કામગીરી પાર પાડી હતી.
સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ્સનો ઝળહળાટ
ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને સુરક્ષાને વેગ આપવાના ભાગરૂપે નાંદરખા ગામ હવે ડિજિટલ અને સુવિધાસભર બની ગયું છે. ગામ લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નાંદરખા ગામમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી ગામમાં ગુનાખોરી પર લગામ કસાશે અને સુરક્ષાનો માહોલ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત, વાહનચાલકોની સલામતી માટે બીલીમોરા-ચીખલી મુખ્ય માર્ગ ઉપર નાંદરખા ગામની હદમાં અદ્યતન સ્ટ્રીટ લાઈટ્સ કાર્યરત કરવામાં આવી છે. આ લાઈટોના ઝળહળાટને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય ઘટશે અને રાહદારીઓને મોટી રાહત મળશે. ગામને સ્વચ્છતા તરફ આગળ ધપાવતા, વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં ચાર નવાં જાહેર શૌચાલયોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ગ્રામજનો તેમજ બહારથી આવતા મુસાફરોને સ્વચ્છતાનો લાભ મળશે.
૧૩ વર્ષ જૂની સહકારી મંડળી: પ્રગતિનું એન્જિન
છેલ્લાં ૧૧૩ વર્ષથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખતી ‘નાંદરખા સેવા સહકારી મંડળી લિ.’ નાંદરખા ગામના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. ૯ જુલાઈ-૧૯૧૩ના રોજ સ્થપાયેલી આ ઐતિહાસિક મંડળીએ વિકાસની વણથંભી કૂચ જારી રાખી છે. ૧૯૭૦માં બીલીમોરા-ચીખલી રોડ પર મંડળીના ભવ્ય નૂતન ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ વિશાળ પરિસરમાં આજે મંડળીનું અત્યાધુનિક ગોડાઉન, બેંક ઓફિસ, ગ્રામ પંચાયત કચેરી અને પોસ્ટ ઓફિસ જેવી મહત્ત્વની સરકારી સેવાઓ એક જ છત નીચે કાર્યરત છે. ગ્રામજનોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ અહીંથી જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. પારદર્શક વહીવટ અને શ્રેષ્ઠ કામગીરીના કારણે આ મંડળી દર વર્ષે સરકારી ઓડિટમાં પ્રતિષ્ઠિત ‘અ’ (A) વર્ગ પ્રાપ્ત કરીને સહકારી ક્ષેત્રે એક અનોખો મિસાલ કાયમ કરી રહી છે.
રમત માટે ક્રિકેટ મેદાનની સુવિધા
નાંદરખા ગામમાં ‘ન્યૂ યુવા વિકાસમંડળ’ સંચાલિત ચાર જેટલાં ભવ્ય ક્રિકેટ મેદાન આવેલાં છે, જે યુવાનોના રમત કૌશલ્યને ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીં ક્રિકેટ ઉપરાંત અન્ય અનેક રમતો પણ સ્થાનિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ખેતીની સુગંધ, બુલેટ ટ્રેનની આધુનિકતા, ઉચ્ચ શિક્ષણની ગરિમા અને મજબૂત સહકારિતાના પાયા પર વિકસેલું નાંદરખા ગામ ગ્રામીણ વિકાસની નવી દિશા બતાવી રહ્યું છે.

Most Popular

To Top