Vadodara

125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરમાં આજે લોકરક્ષકની પરીક્ષા માટે ભાવનગર, સુરત, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો નોંધાયા છે. યોજાનારી પરીક્ષા માટે શહેરમાં 125 સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો દ્વારા બહારગામથી આવનાર ઉમેદવારોને આવવા જવા માટે વધુ 100 ટ્રિપોનું આયોજન કરાયું છે. પરીક્ષા કેન્દ્રો બે વિભાગમાં વિભાજિત કરાયા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો દ્વારા ઉમેદવારોને આવવા જવા માટે વધુ 100 ટ્રિપોનું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાત જવા માટે મકરપુરા ડેપોથી, દક્ષિણ ગુજરાત જવા માટે નિઝામપુરા ડેપોથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે એસ.ટી.બસ મળી રહેશે. આ ઉપરાંત સેન્ટ્રલ એસ.ટી.ડેપો પરથી અલગ અલગ જગ્યાએ જવા માટે ઉમેદવારોને એસ.ટી.બસ મળશે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Most Popular

To Top