Vadodara

GCAS સિસ્ટમમાં ખામી : MSUની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મેન્યુઅલ વેરિફિકેશન

કોમર્સ બાદ હવે ત્રીજા રાઉન્ડની મેરિટ યાદી જાતે તૈયાર કરશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા માટે શરૂ કરાયેલી સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન સિસ્ટમ જીકાસ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી માટે માથાનો દુખાવો બની છે. જીકાસ સંબંધિત ટેક્નિકલ ખામીઓના કારણે એમ.એસ. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીઓને ફરી મેન્યુઅલ વેરિફિકેશન અને સ્વતંત્ર મેરિટ લિસ્ટ તૈયાર કરવાની ફરજ પડી છે.

કોમર્સ ફેકલ્ટી બાદ હવે આર્ટ્સ ફેકલ્ટીએ પણ ત્રીજા રાઉન્ડની મેરિટ યાદી સ્વતંત્ર રીતે પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. જીકાસ પ્લેટફોર્મ પર વેઇટિંગ લિસ્ટનો ડેટા ઉપલબ્ધ ન થવાના કારણે આ નિર્ણય લેવાયો છે. હાલ ફેકલ્ટી મેમ્બર્સ અને વહીવટી સ્ટાફ રેકોર્ડ મેચ કરીને નવી એડમિશન યાદીઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે. પ્રવેશ પ્રક્રિયા અટકે નહીં અને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે સ્ટાફ જાતે મહેનત કરી રહ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા મુજબ, લાયક વિદ્યાર્થીઓને ટેક્નિકલ ખામીના કારણે નુકસાન ન થાય અને પ્રવેશ પ્રક્રિયા બિનજરૂરી વિલંબ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીકાસ સિસ્ટમ સરળતાને બદલે અવ્યવસ્થા ઉભી કરી રહી હોવાની ફરિયાદો વચ્ચે એમએસયુની મુખ્ય ફેકલ્ટીઓએ જાતે જ પ્રવેશ પ્રક્રિયા હાથમાં લીધી છે.

Most Popular

To Top