Gujarat

7 દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નોંધાયો નથી. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ક્રમશહેરમહત્તમ તાપમાન
1અમદાવાદ42°C
2ભાવનગર41°C
3રાજકોટ41°C
4સુરેન્દ્રનગર41°C
5ગાંધીનગર41°C
6વડોદરા40°C

આજે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે

8 જૂન : સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

9 અને 10 જૂન : ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

11 જૂન : દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

12 જૂન : સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

13 જૂન : વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

14 જૂન : પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હાલ ગરમીનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ આગામી સપ્તાહના ઉત્તરાર્ધમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Most Popular

To Top