આપણે સુરતીઓ આમલીરાન હોય કે અડાજણ ભાગ્યેજ એ વિશે ની ચર્ચા કે વિવાદ માં પડતા હોઇએ છીએ, ત્યારે હજારો માઇલ દૂર આવેલા ઇશાન ભારત ના એક નાનકડા રાજ્ય વિશે જાણવાની જીજ્ઞાસા ઓછી હોય એ સ્વભાવિક વાત છે. પરંતુ સીમાવર્તીત આ રાજ્ય પર ચીનનો દાવો કે ચીનની ઘુસણખોરી ના સમાચાર અચાનક જ આપણા કાન ઉંચા કરી દે છે. પરંતુ અત્યારે વાત કરવાની છે જે તે રાજ્ય ની આંતરિક વ્યવસ્થાની. ટીવી ચેનલ અને ઇન્ટરનેટ દ્વારા જાણવા મળ્યુ કે એ રાજ્ય માં પંદર ધાર્મિક સ્થાનો અવૈધ સ્વરૂપે બાંધવા માં આવેલા એ વિવાદિત ધાર્મિક સ્થાનો સરકારે શીલ કરી દીધા છે.
એ પંદર માં ના ત્રણ ખાનગી માલિકી ની જમીન પર હોવાને કારણે સરકારી કાર્યવાહી માં થોડુક મોડુ થયુ હતુ. પરંતુ એ પણ અંતે તો શીલ કરી દેવામાં આવ્યા છે. આટલા સખ્ત બંદોબસ્ત છતા સ્થાનિક સંગઠને બંધ માટે આગ્રહ રાખતા સરકાર ને “કાયદાકીય એલાન” કરવુ પડેલુ. અહિં પ્રશ્ન એ ઉભો થાય છે કે શુ આંદોલન થાય પછી જ સરકાર સક્રિય થાય છે? માત્ર ત્રણ જ સ્થાનકો ખાનગી જમીન પર ના હતા, વળી ચીન જેવા ખંધા પડોશી મુલ્ક ને અડી ને આવેલા આપણા સરહદી રાજ્ય વિશે આંખ – કાન ખૂલ્લા ના રાખવા જોઈએ? અસ્તુ
સુરત – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.