Education

MSU ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં B.A. પ્રવેશ પ્રક્રિયા શરૂ, 6 જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત

GCAS પોર્ટલ મારફતે તબક્કાવાર પ્રવેશ પ્રક્રિયા, વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં ઓફર કન્ફર્મ કરવી જરૂરી
2 થી 6 જૂન દરમિયાન ફી પેમેન્ટ, વિષય પસંદગી અને દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે

(પ્રતિનિધિ) વડોદરા, તા.29
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બેચલર ઓફ આર્ટ્સ (B.A.) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તબક્કાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ મારફતે નિર્ધારિત સમયપત્રક અનુસાર હાથ ધરવામાં આવી રહી છે.
ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન પ્રો. કલ્પના ગાવલીના માર્ગદર્શન હેઠળ પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિદ્યાર્થીમૈત્રી બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને GCAS પોર્ટલ તેમજ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
7 મેથી 28 મે દરમિયાન GCAS પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન, ફી ભરપાઈ, વિષય પસંદગી અને દસ્તાવેજ અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે 29 મેથી 1 જૂન દરમિયાન અરજીઓની ચકાસણી બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ GCASના નિયમો અને યુનિવર્સિટીના માપદંડો અનુસાર તૈયાર કરાશે.
2 જૂનથી 6 જૂન દરમિયાન વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર લોગ-ઈન કરીને પોતાની પ્રવેશ ઓફર ચકાસવાની અને સમયમર્યાદામાં તેને કન્ફર્મ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન ઉચ્ચ પ્રાથમિકતાવાળી કોલેજ માટે ઓનલાઈન કન્સેન્ટ આપવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
વિદ્યાર્થીઓએ ઓફર લેટર, મૂળ પ્રમાણપત્રો, સ્વપ્રમાણિત નકલો તથા GCAS અરજીની વિગતો સાથે 2 જૂનથી 6 જૂન દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે હાજર રહી દસ્તાવેજ ચકાસણી કરાવવાની રહેશે. દસ્તાવેજ ચકાસણી બાદ ફી ભરપાઈ અને OTP આધારિત પ્રવેશ કન્ફર્મેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન મેજર વિષય સિવાયના અન્ય વિષયોની પણ પસંદગી કરવાની રહેશે. વિષયોની ઉપલબ્ધતા અને શૈક્ષણિક માળખાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની સૂચના આપવામાં આવી છે.
ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ અને વિષય વૈવિધ્યતા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત અને પારદર્શક રીતે પૂરમહત્વપૂર્ણ તારીખો
• મેરિટ લિસ્ટ તૈયારી : 29 મે થી 1 જૂન, 2026
• એડમિશન કન્ફર્મેશન, કન્સેન્ટ, ફી પેમેન્ટ અને વિષય પસંદગી : 2 જૂન થી 6 જૂન, 2026
• રિપોર્ટિંગ સમય : સવારે 10:00 થી સાંજે 4:00
• સ્થળ : ફેકલ્ટી ઓફ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા

Most Popular

To Top