જાત જાતના સમીકરણો, સંભાવનાઓ અને રિપીટેશન-નો રિપીટેશન થીયરીની અટકળો વચ્ચે આખરે સુરત મહાનગર પાલિકા માટે મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર થઇ ગયા છે. ચૂંટણીના પરિણામો આવ્યા એ પછી પદાધિકારીઓના નામ જાહેર થવામાં લગભગ એક માસનો વિલંબ થયો છે.
કયા પદ પર કોની વરણી?
આ વખતે 120 પૈકીની 115 બેઠક જીતીને પ્રચંડ બહુમતી સાથે મહાનગરપાલિકા કબજે કરનાર ભાજપને કોર્પોરેશનમાં શાસન માટેના પદાધિકારીઓ ચૂંટવામાં પરસેવો પડી ગયો હતો. લાંબા મનોમંથન બાદ નક્કી થયેલા નામો નીચે મુજબ છે.
સુરત શહેર મેયર :- માયા માવાણી
ડેપ્યુટી મેયર :- સુધાકર ચૌધરી
સ્ટેન્ડિંગ ચેરમેન :- રાજન બકુલ પટેલ
શાસક પક્ષ નેતા :- અલ્પા બેન મહેલાં
દંડક :- ઉર્મિલા ત્રિપાઠી
સ્થાયી સમિતિ સભ્યોના નામ આ મુજબ છે: રાજન પટેલ (ચેરમેન), ધર્મેશ ભાલાળા, કેયુર પટેલ, સુહાની યાદવ, સુમનદેવી ગર્ગ, મહેન્દ્ર દેસાઈ, કવિતા અનુગુલ્લા, કેતા દેસાઇ, મનુ બલર, રાજુ પ્રિયદર્શિની, સંગીતા પરમાર, અનિતા રાણા
આટલા વિલંબનું કારણ શું?

આટલી પ્રચંડ બહુમતી હોવા છતાં પાર્ટીને નામ ફાઈનલ કરવામાં આટલી તકલીફ કેમ પડી, એ ચર્ચાનો વિષય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનના નામ અંગે મોટી મડાગાંઠ ઉભી થઇ હતી. સંગઠન અને નેતાગણ વચ્ચેની આ ખેંચતાણને અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ફરી એક વાર રાજન પટેલને તક મળી છે.