Dahod

દાહોદ શહેરમાં ઘોળે દાડે આંગડિયા પેઢી ના કર્મચારી પાસે થી કરોડો રૂપિયાની લૂંટ

અજાણ્યા 6 લુટારુઓ બે પલ્સર મોટર સાયકલ પર આવી કર્મચારી પાસે થી રૂપિયા ભરેલ થેલાની લૂંટ કરી ગયા

આજુબાજુના સી સી ટીવી કેમેરામાં લુટારુઓ થયા કેદ

દાહોદ તા 26
દાહોદ શહેરના ગૌશાળા પાસે પોલીસ ચોકી પાસે આંગડિયા પેઢી બાબુ કાંતિ પટેલ ના કર્મચારી પાસેથી નંબર વગરની બે પલ્સર ગાડી ઉપર આવેલ અજાણ્યા 6 લુટારુઓએ કર્મચારીને લાત મારી હાથ માંથી અંદાઝે કરોડો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થળ ઉપર પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો સીસીટીવી કેમેરામાં લુટારુઓ કેદ થઈ ગયા છે.

હાલ કેટલી રકમ હતી તેની જાણ નથી. આંગડિયાના કર્મચારીની પૂછપરછ કરી ત્યાં આજુબાજુ લાગેલ સી સી કેમેરાની તપાસ કરી લુટારુઓ ને ઝબ્બે કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે
આ લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે

રિપોર્ટર; વિનોદ પંચાલ

Most Popular

To Top