ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ રાખનાર આયના વિલિયમ્સે પોતાના નખ કાપી દીધા છે. આ મહિલા અમેરિકાના ટેક્સાસમાં રહે છે.
આયનાના લાંબા નખ ટેક્સાસના ડૉક્ટર એલિસને ઇલેક્ટ્રિક રોટરી ટૂલની મદદથી કાપ્યા હતા.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, આયનાએ નક્કી કર્યું હતું કે ત્રીસ વર્ષ સુધી વધાર્યા બાદ તેને કાપવા માટે આ જ સમય યોગ્ય છે. તેના નખની લંબાઈ 733.55 સે.મી. હતી.
આયનાએ 2017માં તેના લાંબા નખના કારણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. તેના નખને રંગવા માટે બે બૉટલ નેઇલ પોલિશનો ઉપયોગ થતો હતો અને તેમને મેનીક્યોર કરવામાં 20 કલાકનો સમય લાગતો હતો.
આયનાએ નખ કાપ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મારા નખ મોટા રહે કે ના રહે, તો પણ હું રાણી જ રહીશ. મેં આ નખને બનાવ્યાં છે. નખે મને નથી બનાવી.