Vadodara

મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યું અનોખું પેઈન્ટિંગ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

પરિવર્તન સ્કૂલના 30 બાળકોએ 3 કલાકમાં 8×4 ફૂટનું મિક્સ મીડિયા પેઈન્ટિંગ બનાવી સિદ્ધિ હાંસલ કરી

પ્રમુખ:-રેણુકાબેન પંચાલ (પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ટ શાળા)

દિવ્યાંગ ગાંધી, વાઇસ પ્રેસિડન્ટ,વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન (ગુજરાત)

પ્રતિનિધિ
આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના 30 મનોદિવ્યાંગ બાળકોએ અનોખી સિદ્ધિ મેળવી છે. બાળકોએ માત્ર 3 કલાકમાં મિક્સ મીડિયામાં 8 બાય 4 ફૂટનું પેઈન્ટિંગ તૈયાર કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વર્ષ 2010થી કાર્યરત શાળામાં હાલ 130થી વધુ મનોદિવ્યાંગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કામગીરી કરવામાં આવે છે. શાળાના આર્ટ ટીચરના માર્ગદર્શન હેઠળ બાળકોએ 3 મહિનાની મહેનત બાદ “કૃષ્ણ સદા સહાયતે” થીમ પર આ પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડીને ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે અને નિઃસ્વાર્થ ભાવે ભક્તિ તથા સેવા કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
શાળાના પ્રમુખ રેણુકાબેન પંચાલ અને ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકોની સેવા ગોવર્ધન પર્વતની પૂજા સમાન છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન, ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમના હસ્તે બાળકોને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top