Dakshin Gujarat

સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’

સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે. SUMUL Dairy દ્વારા પશુપાલકોને પ્રતિ કિલોફેટ દૂધ પર ૧૨૦ રૂપિયાનું વિશેષ બોનસ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ પશુપાલકોને પ્રતિ કિલોફેટ દૂધના કુલ ૧૦૨૦ રૂપિયા સુધીની રકમ મળશે, જેને રાજ્યમાં સૌથી વધુ ગણાવવામાં આવી રહી છે.

સુમુલ ડેરીના આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા પરિવારો માટે આ બોનસ મોટી આર્થિક રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પશુચારો, દવાઓ અને જાળવણી ખર્ચમાં વધારો થતા પશુપાલકો પર આર્થિક ભાર વધી રહ્યો હતો. ત્યારે સુમુલ ડેરીનો આ નિર્ણય સીધો પશુપાલકોના જીવનમાં સહારો બની રહ્યો છ

આ અંગે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર Jayesh Patel એ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલોફેટ રૂ. ૮૭૦નો ભાવ ચૂકવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીસીયુ ફેટફેર અંતર્ગત અંદાજિત રૂ. ૩૦ પ્રતિ કિલોફેટનો વધારાનો લાભ આપવામાં આવ્યો હતો. હવે નવા જાહેર કરાયેલા ૧૨૦ રૂપિયાના બોનસ સાથે કુલ રકમ પ્રતિ કિલોફેટ રૂ. ૧૦૨૦ સુધી પહોંચી ગઈ છે.

સુમુલ ડેરી તંત્રનો દાવો છે કે રાજ્યમાં દૂધ ઉત્પાદકોને આપવામાં આવતો આ સૌથી વધુ ભાવ છે. જેના કારણે અન્ય ડેરી સંસ્થાઓમાં પણ હલચલ મચી છે. પશુપાલકો માને છે કે આ નિર્ણયથી દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં નવી ઉર્જા આવશે અને યુવાનો પણ પશુપાલન વ્યવસાય તરફ આકર્ષાશે. એટલુજ નહી સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર Jayesh Patel એ પણ આ નિર્ણયને આવકાર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે પશુપાલકોની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ અને સુમુલનો આ નિર્ણય ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવશે.

સુરત અને તાપી જિલ્લાના ગામડાઓમાં હાલમાં આ જાહેરાત ચર્ચાનો વિષય બની છે. અનેક પશુપાલકો આ નિર્ણયને “દૂધ ઉત્પાદકો માટે દિવાળી ગિફ્ટ” તરીકે ગણાવી રહ્યા છે. સુમુલ ડેરીના આ પગલાથી સહકારી ક્ષેત્રમાં નવી આશા અને વિશ્વાસ ઉભો થયો છે.

Most Popular

To Top