Gujarat

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક

ગાંધીનગર,તા.13

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશ અનુસાર કુલ 72 આઈએએસ અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ વ્યાપક ફેરફાર બાદ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમો અને સંસ્થાઓમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.સુરતના કલેકટર સૌરભ પારઘીના સ્થાને તેજસ પરમારની નિમણૂંક કરાઈ છે.

સરકારના આ નિર્ણયને રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નવી બનેલી મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરીને વિકાસ કાર્યોને વધુ વેગ આપવા સરકારનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીને ગાંધીનગર ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સ વિભાગના સ્પેશિયલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સુરત કલેક્ટર ડો. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને GEDAના ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.

નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીને GSTDREISના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરી હવે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે સેવા આપશે. નવસારી કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને MSME કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

રાજ્ય સરકારે જિલ્લાકક્ષાએ પણ મોટા ફેરફારો કર્યા છે. વલસાડ કલેક્ટર ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. તેજસ પરમારને સુરત કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે યોગેશ ચૌધરીને જૂનાગઢના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. દેવ ચૌધરી તાપી-વ્યારા કલેક્ટર બન્યા છે અને ડો. નવનાથ ગવહાણેને ભરૂચ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ વહીવટમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. દીપેશ કેડિયાને જામનગર મ્યુનિસિપલ કમિશનર, સંગીતા રાયાણીને મોરબી મ્યુનિસિપલ કમિશનર, આર.એન. ડોડિયાને આણંદ મ્યુનિસિપલ કમિશનર અને જયેશ ઉપાધ્યાયને નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એન.એફ. ચૌધરીને વાપી મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.સરકારે વહીવટી માળખામાં આ ફેરફારો દ્વારા સ્થાનિક સ્તરે વિકાસને વધુ ઝડપથી અમલમાં મુકવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા અધિકારીઓને વિકાસલક્ષી પ્રોજેક્ટ, શહેરી સુવિધાઓ, ગ્રામ વિકાસ, ઉદ્યોગ અને વહીવટી પારદર્શિતા વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

72 IAS અધિકારીઓની બદલીની મુખ્ય યાદી

  1. ડી.એન. મોદી – જામનગરથી ગાંધીનગર ડેવલપમેન્ટ કમિશનર
  2. આનંદ બાબુલાલ પટેલ – કચ્છથી કમિશનર ઓફ સ્કૂલ્સ
  3. સુજીત કુમાર – અમદાવાદથી સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ
  4. અજય પ્રકાશ – GEDAથી GETCOના MD
  5. ડો. સૌરભ પારધી – સુરતથી ડિરેક્ટર, સિવિલ સપ્લાય
  6. ગૌરાંગ મકવાણા – ભરૂચથી ડિરેક્ટર, GEDA
  7. સંજય મોદી – નર્મદાથી GSTDREIS એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
  8. કિરણ ઝવેરી – મોરબીથી નડિયાદ મ્યુનિસિપલ કમિશનર
  9. ક્ષિપ્રા અગ્રે – નવસારીથી MSME કમિશનર
  10. યોગેશ નિરગુડે – દાહોદથી એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર
  11. અમિત પ્રકાશ યાદવ – ખેડાથી એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ
  12. એન.વી. ઉપાધ્યાય – ગીર-સોમનાથથી ખેડા કલેક્ટર
  13. પ્રભવ જોષી – ટુરિઝમ કોર્પોરેશનથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર
  14. પ્રશસ્તિ પરીખ – અરવલ્લીથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની MD
  15. ડો. જીન્સી રોય – બોટાદથી ગુજરાત ઇન્ફોર્મેટિક્સ MD
  16. અનિલકુમાર રણવાસિયા – જૂનાગઢથી કચ્છ કલેક્ટર
  17. મયુર મહેતા – સિવિલ સપ્લાયથી વાવ-થરાદ કલેક્ટર
  18. જિતેન્દ્ર વાઘેલા – ગાંધીનગરથી ગીર-સોમનાથ કલેક્ટર
  19. જે.એસ. પ્રજાપતિ – વાવ-થરાદથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર
  20. એચ.એમ. વોરા – સાબરકાંઠાથી બોટાદ કલેક્ટર

નવા કલેક્ટરોની નિમણૂંક

  • ​ ભવ્ય વર્મા – અમદાવાદ
  • ​ તેજસ પરમાર – સુરત
  • ​ યોગેશ ચૌધરી – જૂનાગઢ
  • ​ દેવ ચૌધરી – તાપી-વ્યારા
  • ​ ડો. નવનાથ ગવહાણે – ભરૂચ
  • ​ મનીષ ગુરવાની – નવસારી
  • ​ ગંગા સિંહ – નર્મદા
  • ​ સુરભી ગૌતમ – દાહોદ
  • ​ ડો. પ્રશાંત જીલોવા – પાટણ
  • ​ મિલિન્ડ બાપના – અરવલ્લી
  • ​ એન.ડી. પરમાર – ડાંગ-આહવા

નવા મ્યુનિસિપલ કમિશનરો

  • ​ દીપેશ કેડિયા – જામનગર
  • ​ સંગીતા રાયાણી – મોરબી
  • ​ આર.એન. ડોડિયા – આણંદ
  • ​ જયેશ ઉપાધ્યાય – નવસારી
  • ​ એન.એફ. ચૌધરી – વાપી
  • ​ બી.ડી. દવેરા – ગાંધીધામ
  • ​ જે.કે. જાદવ – સુરેન્દ્રનગર
  • ​ શાલિની દુહાન – મહેસાણા

રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફારોને વિકાસલક્ષી આયોજન અને તંત્રને વધુ અસરકારક બનાવવા માટેની વ્યૂહાત્મક કવાયત તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ વહીવટી તંત્રમાં વધુ ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top