Vadodara

સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે

બુકીંગ 10 મેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.9
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે ઓખા અને તિરુપતિ વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન સોમવાર, તા. 11 મે 2026થી શરૂ થનાર છે. ઓખા રેલવે સ્ટેશનેથી સાંસદ તથા ધારાસભ્ય લીલી ઝંડી બતાવી ટ્રેનનો શુભારંભ કરાવશે.

ટ્રેન નં. 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ દર સોમવારે રાત્રે 23:35 કલાકે ઓખાથી ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04:00 કલાકે રાજકોટ અને બુધવારે રાત્રે 23:30 કલાકે તિરુપતિ પહોંચશે. વળતી ટ્રેન નં. 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 08:15 કલાકે તિરુપતિથી ઉપડી શનિવારે સવારે 05:25 કલાકે રાજકોટ અને 11:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની સુવિધા રહેશે. ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ જશે. આ નવી ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના યાત્રિકોને દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાન તિરુપતિ બાલાજીના દર્શને જવા માટે સીધી અને સુવિધાજનક ટ્રેન સેવા મળશે. વડોદરાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારત જતા યાત્રીઓને આ ટ્રેનનો લાભ મળશે.

Most Popular

To Top