Charchapatra

વિરોધપક્ષો માટે આત્મમંથનનો સમય

વર્તમાન ચૂંટણી પરિણામોએ મહત્વપૂર્ણ સંદેશાઓ આપ્યા છે. માત્ર સંસદમાં હોબાળો મચાવવાથી કે વોટચોરીની બૂમો પાડવાથી કંઈ નહીં વળે. લોકહ્દયથી બુથ મેનેજમેન્ટ સુધી નક્કર આયોજન કરવું પડશે. લોકોએ ક્યા મુદ્દાઓને પ્રાથમિકતા આપી અને ક્યા મુદ્દાઓને નકારી કાઢ્યા તે સમજવું જરૂરી છે. તેથી કેવળ વિરોધ નહીં, પણ રચનાત્મક પ્રસ્તાવો રજૂ કરવાની જરૂર છે. સંગઠનાત્મક મજબૂતી પણ મહત્વપૂર્ણ છે. ઘણા કિસ્સાઓમાં વિરોધપક્ષો સબળ નેતૃત્વની અછત અથવા કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આત્મમંથન દ્વારા આ ખામીઓને ઓળખીને સુધારવા માટે પગલાં લેવાની જરૂર છે.

મજબૂત સંગઠન વિના કોઈપણ રાજકીય પક્ષ લાંબાગાળે સફળ થઈ શકતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિરોધપક્ષોએ મતદાતાઓ સાથેનો સંવાદ સુધારવો આવશ્યક છે. લોકોની વાસ્તવિક સમસ્યાઓને સમજીને તે મુજબ પોતાની નીતિઓ ઘડવી જોઈએ. માત્ર ચૂંટણી દરમિયાન સંપર્ક કરવો પૂરતો નથી, પરંતુ સતત જોડાણ જાળવવું જરૂરી છે. યુવા અને નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવું પણ અગત્યનું છે. આત્મમંથન એ કોઈ નબળાઈ નહીં પરંતુ શક્તિનું પ્રતિક છે. તે પક્ષને પોતાની ભૂલોમાંથી શીખવાની અને આગળ વધવાની તક આપે છે.
સુરત     – સુનીલ શાહ,      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top